ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોરબીમાં ડોક્ટરોની હડતાળ : જિલ્લા કલેક્ટરને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ - IMA Doctors strike - IMA DOCTORS STRIKE

By ETV Bharat Gujarati Team

Published : Aug 17, 2024, 4:48 PM IST

મોરબી : કોલકતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરી હત્યાનો બનાવ બનતાં ચકચાર મચી છે. સમગ્ર દેશમાં ડોક્ટરો આ ઘટનાને વખોડી વિરોધ નોંધાવી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરાયું હતું. જે મુજબ મોરબી IMA ના ડોક્ટરોએ હડતાળ પાડી હતી, તેમજ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

મોરબી IMA પ્રેસિડેન્ટ ડો. વિપુલ વડાવીયાએ જણાવ્યું કે, મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ-હત્યાના બનાવમાં જવાબદારોને પકડવાને બદલે સરકાર તેને બચાવવા પ્રયત્ન કરી, પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, જે નિંદનીય છે. કોઈ પણ ઘટના બને તો ત્યાંની સરકાર જવાબદારોને પકડી કાયદા મુજબ સજા આપે છે, પરંતુ અહીં ઉલટું ચિત્ર જોવા મળ્યું હતું. જવાબદારોને પકડવાને બદલે તેને પ્રોટેક્શન આપવાનો પ્રયત્ન થયો હતો. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ડોકટરોને સલામતીનો અનુભવ થાય તેવું વાતાવરણ આપવા માંગ કરીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details