ગુજરાત

gujarat

ઓક્સફોર્ડ યુનિ.માં સુરતના મેયર દક્ષેશ માવાણીએ સુરતના વિકાસના તારણો રજૂ કર્યા.. - Oxford India Forum 2024

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 7:48 PM IST

Updated : Jun 20, 2024, 7:56 PM IST

ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે ગત શનિવારે આયોજિત ઓક્સફોર્ડ ઈન્ડિયા ફોરમ-૨૦૨૪માં સુરતના મેયર દક્ષેશ માવાણી (ETV BHARAT Gujarat)

સુરત: ભારત અને વૈશ્વિક સમુદાય વચ્ચે યોગ્ય ચર્ચાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે ગત શનિવારે આયોજિત ઓક્સફોર્ડ ઈન્ડિયા ફોરમ-૨૦૨૪માં સુરતના મેયર દક્ષેશ માવાણીએ સસ્ટેનેબલ ફીચર ક્લાઈમેટ, ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન પર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.

જાણો દક્ષેશ માવાણીએ શું કહયું: મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત ભારતનું સૌથી વાઇબ્રન્ટ અને ગતિશીલ શહેર છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં સુરત શહેરે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સ ધ ગ્લોબલ સિટીઝન- ૨૦૩૦ના રિપોર્ટ મુજબ સુરત શહેર એક સાધારણ બંદરીય શહેરથી લઈ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેર તરીકે ઊભરી આવ્યું છે. સુરતમાં સોલાર વિન્ડ અને બાયોગેસ પ્લાન્ટ થકી રિન્યૂએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા અને જાહેર પરિવહનના ઉપયોગને મહત્તમ પ્રોત્સાહન આપવા ઇલેક્ટ્રિક વ્હીકલનો અમલ કરનાર સુરત એ ગુજરાતનું પ્રથમ શહેર બન્યું છે. કચરા મુક્ત શહેરની દિશામાં અગ્રસર બનવા સુરત શહેરમાં ઘનિષ્ઠ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ તથા ટેક્સ્ટાઈલ વેસ્ટ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. સુરત શહેરે વેસ્ટ વોટર મેનેજમેન્ટ થકી ટ્રીટેડ પાણીને ઔદ્યોગિક એકમોને વેચીને સર્કુલર ઇકોનોમી થકી કમાણી કરતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. વધુમાં તેમણે જણાવ્યું જણાવ્યું હતું કે, સુરતની ત્રિસ્તરીય જાહેર પરિવહન સેવામાં ભારતની સૌથી લાંબી બીઆરટીએસ સિટી બસ અને પ્રગતિ હેઠળની મેટ્રો સેવા દ્વારા લોકોને ઉત્તમ પરિવહન સેવા મળશે.  

  1. ગંગોણ ગામનું ગૌરવ : વેજા રબારી, બાળપણમાં શિક્ષકને આપેલું વચન પૂર્ણ કર્યું, BSF માં પસંદગી પામ્યો - Veja Rabari BSF
Last Updated : Jun 20, 2024, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details