ગુજરાત

gujarat

ETV Bharat / videos

નવસારી પંથક જળબંબાકાર, ઊંડાચ- બીલીમોરાને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ, જનજીવનને માઠી અસર - navsari Low level bridge submerged

By ETV Bharat Gujarati Team

Published : Jul 13, 2024, 6:09 PM IST

નવસારી: જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે હવે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. નવસારીના ગણદેવી તાલુકામાં સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 6 ઇંચ થી વધુ વરસાદ ખાબકતા કાવેરી નદી બંને કાંઠે વહેતી થઈ છે. અને એના જળસ્તરમાં વધારો થયો છે. તેની ભાઈ ભયજનક સપાટી 19 ફૂટે આવી ગઈ છે, અને હાલમાં કાવેરી 11 ફૂટ ઉપર વહી રહી છે. જેને કારણે આંતલીયાથી ઊંડા અને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરક થઈ ગયો છે. જેથી સામે કાંઠાના ઊંડા જબલવાળા સહિતના ગામોના લોકોને હાઈવે થઈને લાંબો રસ્તો અપનાવવો પડશે. દસ વર્ષ અગાઉ 8 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ લોપ પુલ બે વર્ષ પહેલા કાવેરીના પૂરમાં ક્ષતિગ્રસ્ત થયો હતો, જેનું કામ બે વર્ષે થઈ ગયા છતાં પૂર્ણ ન થતાં હજારો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 

ABOUT THE AUTHOR

...view details