શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ સોપોરના રામપુરા રાજપુરા જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર મારવાનો દાવો કર્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં નજીકના સગીપોરામાં બે પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયાના એક દિવસ પછી શનિવારે સાંજે એન્કાઉન્ટર શરૂ થયું હતું. હજુ ઓપરેશન ચાલુ છે.
Acting on a specific input regarding the presence of #terrorists in Rampora #Sopore area of #Baramulla, a joint anti-terrorist operation was launched by Police and security forces. During the search operation, an exchange of fire took place. Further details shall follow.
— Kashmir Zone Police (@KashmirPolice) November 9, 2024
તેમણે કહ્યું કે, જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે બાતમી મળ્યા બાદ, સેનાની 22 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સોપોર અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની સંયુક્ત ટીમે ઓપરેશન શરૂ કર્યું.
અધિકારીઓએ જણાવ્યું કે, આ વિસ્તારમાં પહોંચ્યા પછી આતંકવાદીઓનો સુરક્ષા દળો સાથે સામનો થયો, જેના પછી ભીષણ ગોળીબાર થયો. અત્યાર સુધીમાં એક આતંકવાદીના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જો કે વધારાના જોખમોને ધ્યાનમાં રાખીને સેના દ્વારા ઓપરેશન ચાલુ છે.
અગાઉ, કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર એક પોસ્ટમાં એન્કાઉન્ટરની શરૂઆત વિશે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, બારામુલ્લાના રામપુરા સોપોર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેના ચોક્કસ ઇનપુટના આધારે, પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબાર થયો હતો.
તમને જણાવી દઈએ કે, શુક્રવારે સોપોર વિસ્તારના સાગીપોરા ગામમાં એન્કાઉન્ટરમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઉત્તર કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી અને પ્રદેશમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે સુરક્ષા દળો દ્વારા આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: