ભાવનગર: શહેરમાં ફૂલોની બજાર અન્ય શહેરો પર નિર્ભર કરે છે. લગ્ન ગાળો માથે છે, ત્યારે ફૂલની બજારમાં ગરમાવો આવે અને ભાવ શેરબજારની જેમ ક્યાં પોહચે તેનું કોઈ નિશ્ચિત નથી હોતું. ભાવનગરના ફૂલ માર્કેટમાં લગ્નને લઈને કેવા ફૂલોની બજાર અને કેવા ફૂલોની માંગ રહે છે. ETV BHARATએ ફૂલો અને તેની બજારના ભાવોને લઈને અહેવાલ તૈયાર કર્યો છે. જાણો.
હાલમાં ફૂલની બજાર અને ક્યાંથી આવે ગલગોટા ગુલાબ: ભાવનગરમાં ફૂલના વ્યાપારી હરેશભાઇ ધોળકીયાએ જણાવ્યું હતું કે, અત્યારે પહેલા ફૂલ જિલ્લામાં થતા હતા. આજુબાજુના ગામડાઓમાં થતા હતા અને પાલીતાણામાં થતા હતા એ બધું બંધ થઈ ગયું છે. અત્યારે વડોદરા, સુરત, મુંબઇ, બેંગ્લોર અને નાસીક આ બધેથી અમારે ફૂલ આવે ત્યારે પૂરું પડે છે, બાકી અત્યારે લોકલ ફૂલ આવતું નથી. હવે પછી લગ્નની સિઝન આવશે, ત્યારે ત્રણ ગણી ફૂલની જરૂર પડશે ત્યારે ફૂલની પરિસ્થિતિ ખરાબ છે ત્યારે ફૂલ ક્યાંથી લાવવા વિચારવા જેવું થશે.
લગ્ન ગાળામાં ભાવ ક્યાં જાય કોઈ નક્કી નહિ: ફૂલના વ્યાપારી હરેશભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે ભાવ સાવ ડલ છે કોઈ ધંધા નથી. લગ્નની સિઝન હશે ત્યારે આનાથી ત્રણ ગણો ભાવ થઈ જશે, અત્યારે સિઝન નથી એટલે ફૂલ 40 થી 50 રૂપિયે કિલો છે. સિઝન હશે ત્યારે 200 રૂપિયે કિલો થઈ જશે, અત્યારે ગુલાબ 200 રૂપિયે કિલો છે, લગ્ન સિઝન આવશે એટલે 300,400 હમણાં 600 રૂપિયે કિલો પોહચી ગયું હતું. આજુબાજુમાં કાંઈ વસ્તુ આવતી નથી.
લગ્નના ઓર્ડર લીધા બાદ પસ્તાવા જેવું થાય ઘણીવાર: ફૂલના વ્યાપારી પ્રકાશભાઈ માળીએ જણાવ્યું હતું કે, અમારી પરિસ્થિતિ જુગરી જેવી થાય, 100 રૂપિયે બંડલ હોઈ ત્યારે હારનો ભાવ દાખલા તરીકે 100 રૂપિયામાં ઓર્ડર લીધો હોય. જ્યારે જ્યારે સિઝન આવતી જાય એમ ખેડૂતના ભાવ વધતા જાય,જ્યારે અમે દાખલા તરીકે 11 માં કે 12 માં મહિનામાં ઓર્ડર લઈ લીધો હોય તો જે ભાવમાં લીધો હોય ઓર્ડર ઇ ભાવમાં જ આપવા પડે છે. ઘણી વખત ખોટ ખાયને આપવું પડે છે. ગ્રાહકને ફીલિંગ એવી હોય કે ભાવ વધારી દે છે પણ ખરેખર અમારે ઉપરથી મોંઘું લેવું પડે છે, શેર બજાર જેવી માર્કેટ થઈ ગઈ છે.
ક્યાંથી આવે છે જિલ્લામાં ફૂલ: પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, ફૂલની અંદર ભગવાનને ચડાવવા ગલગોટા અને ગુલાબ ચાલતા હોઈ છે.પણ અત્યારે લગ્ન સિઝન હોઈ તેમાં ભારે ગુલાબ ચાલતા હોઈ ઈંગ્લીશ ગુલાબ. મેઇન માર્કેટ પુના, મહારાષ્ટ્ર આવતું હોય છે. બેંગ્લોર મોટી માર્કેટ હોય છે. પહેલા ભાવનગર આવતું હતું પણ હવે અમદાવાદ, બરોડા ત્યાંથી લઈ તો મોંઘું પડે એટલે ડાયરેકટ પુના, બેંગ્લોરથી લઈએ છીએ.
કેવા ફૂલોની માંગ લગ્નમાં વધારે: પ્રકશભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે તો નવી નવી વેરાયટીઓ આવે છે જેમ કે આપણે કહીએ તો તુલીપ છે, ઓર્કિટ છે એ બધા ફૂલ બહુ કોસ્ટલી હોઈ છે પણ છતાં લોકો લે છે. ઓર્કિટનું કહું તો એની દાંડલી 50 રૂપિયામાં પડે છે. લીલયમ ફલાવરનું એક પીસ અમને ઘરમાં 100 રૂપિયામાં પડે છે, છતાં ખર્ચવા વાળા ખર્ચે છે.
આ પણ વાંચો: