ETV Bharat / bharat

આજે આ રાશિના લોકો જીવનસાથી કે પ્રિયપાત્ર સાથે ખુશીની પળો માણી શકશો - AAJNU RASHIFAL

આજે ચંદ્ર તુલા રાશિમાં છે. જાણો આજે કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 23, 2025, 1:00 AM IST

અમદાવાદ : આજે 23 જાન્યુઆરી, ગુરુવારના રોજ ચંદ્ર તુલા રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. દાંપત્યજીવનમાં મધુરતાનો અનુભવ કરશો. બહાર ફરવા જવાનું અને સુરૂચિપૂર્ણ ભોજન લેવાના સંજોગો ઊભા થાય.આયાત-નિકાસ કરતા વેપારીઓ સારો ફાયદો મેળવી શકશે. જે વસ્તુ ખોવાઇ ગઇ હોય તે પાછી મળવાના યોગ છે. પ્રિયજન સાથે સુખદ પળો માણી શકશો. નાણાંકીય લાભ કે વાહનસુખ મળવાની તેમ જ પ્રવાસ થવાની શક્યતા પણ છે. આપે વિવાદોથી દૂર રહેવું જોઇએ.

વૃષભ: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો બની રહેશે. આપ નક્કી કરેલા કામમાં સફળતા મેળવી શકશો. આપના અધુરા કાર્યો પૂરા થશે. શારિરીક માનસિક સ્વસ્થતામાં વધારો થશે. મોસાળથી સારા સમાચાર મેળવી શકશો. ખરાબ તબિયતમાં સુધારો થશો. નોકરીમાં લાભ થઇ શકશે. નોકરીમાં સહકાર્યકરો તરફથી મદદ મેળવી શકશો.

મિથુન: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. નવાં કામ શરૂ કરવા સમય યોગ્ય નથી. તમે અત્યારે આયોજન કરી શકો છો પરંતુ તેનું નક્કર પ્લાનિંગ કરવામાં અત્યારે થોડી સાવચેતી રાખવી અથવા શક્ય હોય તો હાલ પુરતું મુલતવી રાખજો. આપે જીવનસાથી અને સંતાનોનું સ્વાસ્થ્ય સાચવવું જોઇએ. કોઇની સાથેની ચર્ચામાં સ્વમાનભંગ ન થાય તે માટે સભાન રહેવું જરૂરી છે. સ્ત્રી મિત્રો પાછળ ખર્ચ થઇ શકે. શરીર મન અસ્વસ્થ રહેશે અને તેના કારણે ઉત્સાહ પણ ઓછો થશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે.

કર્ક: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપને આજે આનંદ અને સ્‍ફૂર્તિ જાળવવા માટે વધુ પ્રયાસ કરવા પડે અને ક્યાંક બાંધછોડની નીતિ પણ અપનાવવી પડે. મનમાં કોઈ પ્રકારના રાગદ્વેષ હોય તો ત્યજીને ઉદાર વલણ અપનાવવાની સલાહ છે. છાતીમાં દર્દ કે કોઇ વિકાર હોય તેમણે સારવારમાં વધુ કાળજી લેવી. કુટુંબીજનો તથા સ્‍નેહીઓ સાથે વિનમ્રતાથી વર્તવું. શક્ય હોય તો વધુ ઉંઘ લેવી. જાહેરમાં પ્રતિષ્ઠાની વધુ પડતી આશા રાખવી નહીં.

સિંહ: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. કાર્ય સફળતા અને હરીફો પર વિજયનો નશો આપના દિલોદિમાગ પર છવાયેલો રહેશે, જેથી ખૂબ પ્રસન્‍નતા અનુભવશો. ભાઇબહેનો સાથે મળીને ઘર અંગેનું કોઇ આયોજન કરશો. મિત્રો, સ્‍નેહીજનો સાથે મુસાફરી કરવાના યોગ છે. આરોગ્‍ય જળવાશે. આર્થિક લાભ. પ્રિયજનની મુલાકાતથી હર્ષ થાય. શાંત ચિત્તથી નવા કાર્યોનો આરંભ કરી શકશો. ભાગ્‍યવૃદ્ધિની તક અચાનક આવી શકે છે.

કન્યા: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. પરિવારમાં આજે આનંદનું વાતાવરણ રહે. વાણીની મધુરતા અને ન્‍યાયપ્રિય વલણથી આપ લોકપ્રિયતા મેળવશો. આર્થિક લાભ થવાની શક્યતા છે. મિષ્‍ટાન્‍ન ભોજન મળશે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસ માટે અનુકૂળ સમય છે. મોજશોખના સાધનો પાછળ ખર્ચ થાય. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

તુલા: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપની રચનાત્મક ક્ષમતાઓ પ્રદર્શિત થશે. આપ કેટલીક સર્જનશીલ પ્રવૃત્તિઓ પર કરશો. વિચારોની દૃઢતાને કારણે દરેક કામમાં આપ સફળ થઇ શકશો. ઘરેણાં, વસ્ત્રો, મોજશોખના સાધનો તેમ જ મનોરંજન પાછળ આપ ખર્ચ કરશો. આપના આત્મ વિશ્વાસમાં વૃદ્ધિ થશે. જીવનસાથી કે પ્રિયપાત્ર સાથે ખુશીની પળો માણી શકશો.

વૃશ્ચિક: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપને વિદેશ વસતા સ્‍નેહીજન કે મિત્ર તરફથી શુભ સમાચાર મળે અથવા લાભ થાય. નાણાં ખર્ચ થશે પરંતુ તે આનંદ પ્રમોદની પ્રવૃત્તિમાં થશે. દાંપત્‍યજીવનમાં જીવનસાથી સાથે નિકટતાની પળો માણી શકો. કોર્ટ કચેરીના મામલામાં સંભાળીને કામ કરવું ઉચિત રહેશે. ઓફિસમાં સ્‍ત્રીવર્ગથી લાભ થવાના યોગ છે.

ધન: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજનો દિવસ આપના માટે લાભકર્તા બની રહેશે. પારિવારિક જીવનમાં સુખશાંતિ જળવાઇ રહેશે. પ્રિય વ્યક્તિની મુલાકાત ઘણી યાદગાર નિવડશે. મિત્રો સાથે ફરવા જઇ શકશો. સ્વાદિષ્ટ ભોજન માણીને આપને તૃપ્તિ થશે.

મકર: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. વ્યવસાયમાં આપની આવક તેમ જ માન-પાનમાં વધારો થશે. વેપાર અર્થે થતો પ્રવાસ લાભદાયી નિવડશે. આપના ઉચ્ચ અધિકારીઓ આપનાથી ખુશ રહેશે અને પદોન્નતિ થવાની શક્યતા પણ છે. સરકાર તેમજ મિત્રો અને સ્વજનોથી લાભ થઇ શકશે. પારિવારિક જીવનમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. સંતાનોની પ્રગતિથી આપ સંતોષ અનુભવી શકશો.

કુંભ: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપને તબિયતમાં બેચેની, થાક અને કંટાળો રહેશે પરંતુ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ રહે જેથી કામ કરવાનો ઉત્‍સાહ ન રહે. ઓફિસ તથા કામકાજના સ્‍થળે ઉપરીઓનો નારાજગીનો ભોગ બનવું પડે. મોજશોખ અને હરવાફરવા પાછળ ખર્ચ થશે. લાંબી મુસાફરી થાય. વિદેશથી સમાચાર મળે. સંતાનોના પ્રશ્ન આપને મુંઝવશે. હરીફો સામે વધુ વાદવિવાદમાં ન ઉતરવાની સલાહ છે.

મીન: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આપને અચાનક આર્થિક લાભ થવાના યોગ સર્જાશે. વેપારીઓ પોતાના રોકાયેલા નાણાં પરત મેળવી શકશે. અત્યારે આપના શરીર અને મન પાસેથી વધુ કામ લેવું પડશે. આપે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી પડશે. ખર્ચમાં વધારો થાય. આપની ખોટી વૃત્તિઓ સમસ્યાઓમાં વધારો કરી શકે છે માટે તેનાથી બચીને રહેવું. આધ્યાત્મિક બાબતો આપને ખોટા માર્ગથી દૂર રાખશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.