જેન્ડર અને યુવા મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
Published : May 7, 2024, 4:53 PM IST
સુરેન્દ્રનગરઃ લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણીની ઉજવણી મતદાતાઓ મતદાન કરીને કરે છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સવારે 7 કલાકથી જ ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું. સુરેન્દ્રનગર એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે થર્ડ જેન્ડર મતદાતાઓએ મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. થર્ડ જેન્ડર મતદાતા મહેમુદભાઈ ભટી(આરતી માસી)એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની સાથે દરેક મતદાતાને મતદાનની અપીલ કરી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુલ 32 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. જ્યારે ચોટીલાની શાળા નંબર 2માં ફર્સ્ટ ટાઈમ વોટર્સ એવા યુવા મતદારોએ અનેરો ઉત્સાહ દાખવીને મતદાન કર્યુ હતું. યુવા મતદારો અક્ષય ચૌહાણ અને અશ્વી ગાંધીએ દરેક મતદારોને મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત કરવામાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી.