ગુજરાત

gujarat

ETV Bharat / videos

કચ્છ સરહદે આવેલ છેવાડાના ગામ કુરન ખાતે રુપાલા મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું, ભાજપના પ્રચાર દરમિયાન હોબાળો - Purushottam Rupala Controversy - PURUSHOTTAM RUPALA CONTROVERSY

By ETV Bharat Gujarati Team

Published : Apr 13, 2024, 9:37 PM IST

કચ્છઃ સમગ્ર ગુજરાતમાં રાજપુત સમાજ દ્વારા કરવામાં આવતો રુપાલા વિરોધ વ્યાપક બની રહ્યો છે. આજે આ વિરોધ  કચ્છના સરહદી વિસ્તારના છેવાડા ગામ કુરનમાં પણ જોવા મળ્યો. આજે સાંજે ભાજપના કાર્યકર્તાઓ કચ્છ સરહદે આવેલ છેવાડાના ગામ કુરન ખાતે ચૂંટણી પ્રચાર પ્રસાર માટે પહોંચ્યા હતા. સ્થાનિકો ભાજપ પ્રચારના કાર્યક્રમને લઈને ભડક્યા હતા. તેમણે 'રૂપાલા હાય હાય' અને 'ભાજપ હાય હાય'ના નારા લગાવ્યા હતા. રુપાલા અને ભાજપના આ વિરોધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પરસોતમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તો કચ્છના ક્ષત્રિય સમાજના લોકો પણ ભાજપના ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવાર સામે વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં ઠેર ઠેર ભાજપના પ્રવેશ નિષેધના બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે. ગામના સ્થાનિક લાખાજી સોઢાએ etv Bharat સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓના પ્રવાસ દરમિયાન આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે પોલીસે વિરોધ કરી રહેલા 20થી 25 જેટલા લોકોની અટકાયત કરી હતી. ક્ષત્રિય સમાજના ગામોમાં ચૂંટણી બહિષ્કાર તેમજ રૂપાલાની ટિકિટ રદ્ કરવાની માંગ સહિતના સૂત્રોચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. 

  1. રુપાલાની ટિકિટ રદ કરી નહી તો ભાજપને ગામમાં પ્રવેશ નિષેધ, મહેસાણાના કયા ગામમાં લાગ્યા બેનર જૂઓ - Rupala Controversy 
  2. કચ્છ ક્ષત્રિય સમાજ પોતાના નિર્ણય પર અડગ, પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી - Purushottam Rupala Controversy

ABOUT THE AUTHOR

...view details