ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં 2 સેન્ટર પર મતગણતરી શરુ થઇ, 1557 મતદાનમથકો પર મતગણતરી - lok sabha election result 2024

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 10:33 AM IST

અમદાવાદ: ગુજરાત કોલેજમાં અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી અને LD એન્જિનિયરિંગ કોલેજમાં અમદાવાદ પૂર્વની મતગણતરી શરુ થઇ. અમદાવાદ પશ્ચિમ બેઠક પર 55.45 ટકા મતદાન થયુ છે. 1557 મતદાન મથકો પર મતગણતરી શરૂ થઇ છે. મણિનગર, અમરાઈવાડી બેઠક પર સૌથી વધુ 18 રાઉન્ડ, દરિયાપુર બેઠક પર સૌથી ઓછા 14 રાઉન્ડમાં ગણતરી થઇ છે. પશ્ચિમ બેઠક પર ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા છે. ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 58,169 વોટથી આગળ છે. અમદાવાદ વેસ્ટ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. વર્ષ 2008માં થયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી અમદાવાદ વેસ્ટ બેઠક પર યોજાયેલી 3 ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. 2008ના સીમાંકન પહેલાં અમદાવાદ વેસ્ટ બેઠક ન હતી પરંતુ અમદાવાદનો શહેરી વિસ્તાર આ બેઠકનો મતવિસ્તાર છે. 2009થી ભાજપના કિરીટ સોલંકી અહીંથી સાંસદ તરીકે સતત ચૂંટાતા રહ્યા હતા. હાલ મતગણતરીની પ્રક્રિયા શરુ થઈ ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details