ગુજરાત

gujarat

કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ LIVE (ANI (Etv Bharat Graphics ))

ETV Bharat / videos

કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ LIVE, મતગણતરીને લઈને મીડિયા સાથે ચૂંટણી પંચનો સંવાદ - Election Commission of india press - ELECTION COMMISSION OF INDIA PRESS

By ETV Bharat Gujarati Team

Published : Jun 3, 2024, 12:38 PM IST

Updated : Jun 3, 2024, 1:38 PM IST

7 તબક્કામાં યોજાયેલ લોકસભા ચૂંટણી 2024નું સમાપન થયું છે અને હવે આવતીકાલે 4 જૂને મત ગણતરી થવા જઈ રહી છે. મતગણતરીના એક દિવસ પૂર્વે આજે ભારતીય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. નવી દિલ્હી સ્થિત આકાશવાણીના રંગભવનમાં ચાલી રહેલી આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચના અધિકારી આવતીકાલે યોજાનારી મતગણતરીને લઈને માહિતી આપી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, દેશમાં ચૂંટણીના સમાપન પર ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હોય તેવી કદાચ આ પહેલી ઘટના છે. અગાઉ 2019 માં, નાયબ ચૂંટણી કમિશનર મતદાનના દરેક તબક્કા પછી પ્રેસ કોન્ફરન્સ સંબોધતા હતાં. દેશના ચૂંટણી ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર હશે કે ચૂંટણી પંચે ચૂંટણીના અંતે પત્રકાર પરિષદ બોલાવી હોય.
Last Updated : Jun 3, 2024, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details