મહેસાણા આવશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં હરિભાઈ પટેલનો પ્રચાર - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024
Published : Apr 25, 2024, 7:36 PM IST
મહેસાણા : લોકસભા ચૂંટણીમાં મહેસાણા વિસ્તારમાં ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સભા ગજવશે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં હરિભાઈ પટેલને જીતાડવા ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ઋષિકેશ પટેલ પોતે પણ મેદાને ઉતરી મહેનત કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મહેસાણામાં પ્રચાર કરવાઆવી શકે છે તેવું આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. હાલમાં ઋષિકેશ પટેલના મતવિસ્તારમાં હરિભાઈ પટેલનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ઋષિકેશ પટેલ હાલમાં હરિભાઈ સાથે પોતાના મત વિસ્તારમાં પ્રચારમાં ફરી રહ્યા છે. વિસનગર બેઠક પર ત્રણ દિવસ સુધી ઋષિકેશ પટેલ હરિભાઈ સાથે રહેશે. તેઓ ઉમેદવાર, નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ફરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ વિકાસના મુદ્દાને લઈને જીતશે તેવો દાવો થઇ રહ્યો છે.