અમદાવાદ: જો તમે પણ સંગીત પ્રેમી છો અને તબલા, નગારા, ગિટાર જેવા સંગીતના સાધનો ખરીદવા માંગો છો, તો આ બજાર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. કારણ કે આ છે અમદાવાદનું ડબગરવાડ બજાર. અહીં દરેક પ્રકારના સંગીતના સાધનો મળી જાય છે અને મહત્વની વાત તો એ છે કે અહીં સંગીતના સાધનો સસ્તા ભાવે મળી રહે છે.
ડબગરવાડ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલું છે જે તબલા અને નગારાના વ્યવસાય માટે જાણીતું છે. આ વાદ્યો બનાવતા ડબગરોની અહીંયા ઘણી દુકાનો છે, જેનાથી આ વિસ્તારનું નામ ડબગરવાડ રખાયું છે. અહીં સંગીત રસિકો અને સંગીત શીખનાર સ્ટુડન્ટ્સ દૂર દૂરથી મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા માટે આવે છે.
આ અંગે એક વેપારી દીપકભાઈ ભોગીલાલે જણાવ્યું હતું કે, 'ડબગરવાડ બજાર વર્ષો જૂનું બજાર છે. કોઈને ઢોલ, ઢોલક, તબલા અને સંગીતના સાધનોની જરૂર પડે છે તો તે સૌથી પહેલા અમદાવાદના આ ડબગરવાડની મુલાકાત લે છે. આ બજારમાં મંદિરની આરતીમાં ઉપયોગ થતા ઢોલ, નગારા, ઝાલર અને ઘંટી પણ મળે છે. ઉપરાંત નવરાત્રીમાં ગરબા રમવામાં ઉપયોગમાં આવતા નગારા, ઢોલ, ડફલી, ડ્રમ સેટ, હાર્મોનિયમ, તબલા દરેક ઇન્સ્ટ્રુમેન્ટ ધર્મને લગતા બધા સંગીતના સાધનો સરળતાથી મળી જાય છે. અહીં સૌથી વધારે ખરીદી નવરાત્રીમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની જ થાય છે.'
![અહીં મળે છે તમામ પ્રકારના સંગીત સાધનો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/gj-ahd-08-dabgarwadmusicinstruments-specialstory-7205053_10022025185035_1002f_1739193635_136.jpg)
70 વર્ષ જૂનું બજાર : દીપકભાઈએ વધુમાં જણાવ્યું કે, 'હોળી અને ગણપતિના તહેવારમાં પણ લોકો અહીં વધારે ખરીદી કરવા માટે આવે છે. આ વાદ્યો બનાવવામાં ઘણો ટાઈમ લાગે છે અને દરેક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાની એક અલગ આગવી પ્રોસેસ હોય છે અને કારીગર ખૂબ જ મહેનતથી બનાવે છે. કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં એક કલાક લાગે છે તો કોઈને એક દિવસથી પાંચ દિવસ પણ લાગી જાય છે. ઉપરાંત દરેક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે અલગ અલગ કારીગર હોય છે. આ ડબગરવાડમાં ઓછામાં ઓછી લગભગ 50 દુકાનો છે. આ બજાર 70 વર્ષ જૂનું બજાર છે અને અમે 30 વર્ષથી આ ધંધા સાથે જોડાયેલા છીએ.'
![અમદાવાદનું ડબગરવાડ બજાર છે સંગીત પ્રેમીઓ માટે બેસ્ટ ઓપ્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/gj-ahd-08-dabgarwadmusicinstruments-specialstory-7205053_10022025185035_1002f_1739193635_796.jpg)
દીપકભાઈએ જણાવ્યું હતું કે, 'અમારે ત્યાં ઓરીજનલ અને અને કોલેટીવાળા જ સાધનો બને છે.'
આ બજારમાં મ્યુઝિક શીખનાર, વિદ્યાર્થીઓ એકેડમીના વિદ્યાર્થીઓ અને મ્યુઝિકના રસિકોની સાથે સાથે મંદિર અને તહેવારોમાં ઉપયોગમાં લેવા માટે લોકો આવે છે. ઘણા સંગીતના ક્લાસીસના બાળકો પણ અહીંથી વાદ્યો ખરીદીને જાય છે. ભજન-કીર્તન માટે પણ આ સાધન વધારે ઉપયોગ કરવામાં આવે છે. વિદેશથી પણ લોકો તબલા લેવા માટે અહીં આવે છે.
![અમદાવાદનું ડબગરવાડ બજાર છે સંગીત પ્રેમીઓ માટે બેસ્ટ ઓપ્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/gj-ahd-08-dabgarwadmusicinstruments-specialstory-7205053_10022025185035_1002f_1739193635_569.jpg)
મ્યુઝિકમાં એટલી તાકાત છે કે, તે વાગતા જ માણસો ઉભા થઈને ડાન્સ કરવા લાગે છે. આ મ્યુઝિક નાના બાળકોથી લઈને વૃદ્ધોને પણ ગમે છે, એટલે લોકો મ્યુઝિકના સાધનો ખરીદવામાં વધારે રસ લે છે.
![અહીં મળે છે તમામ પ્રકારના સંગીત સાધનો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/gj-ahd-08-dabgarwadmusicinstruments-specialstory-7205053_10022025185035_1002f_1739193635_56.jpg)
આખા દિવસમાં ત્રણ જ ઢોલ બને છે: ઢોલ બનાવનાર કારીગર હર્ષદભાઈ નટવરભાઈએ જણાવ્યું હતું કે, 'અમે 50 થી 7 વર્ષથી આ ઢોલ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છીએ. હું જાતે ત્રીસ વર્ષથી ઢોલ, તબલા, ઢોલકી બનાવું છું. બાર મહિના અમે આ ધંધો કરીએ છીએ. આની પ્રાઇસ ત્રણથી ચાર હજારની હોય છે. અમે બહુ જ મહેનત કરીને સંગીતના સાધનો બનાવીએ છીએ. આખા દિવસમાં ત્રણ જ ઢોલ બને છે. એક તબલો બનાવવામાં બેથી અઢી કલાકનો સમય જાય છે. સંગીત પ્રેમી અને સંગીત રસિકોએ અને લઈ જાય છે અને ઘણા ઢોલ લગ્નમાં અને તહેવારોમાં વાપરવા માટે લોકો લેવા માટે આવે છે.
![અમદાવાદનું ડબગરવાડ બજાર છે સંગીત પ્રેમીઓ માટે બેસ્ટ ઓપ્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/gj-ahd-08-dabgarwadmusicinstruments-specialstory-7205053_10022025185035_1002f_1739193635_488.jpg)
તેમણે વધુમાં જણાવ્યું કે, ડીજેના કારણે તહેવારો જેમ કે નવરાત્રી અને બીજા તહેવારોમાં પરંપારિક સંગીતના સાધનો ઉપયોગ કરવામાં લોકો ઓછા રસ રાખવા લાગ્યા છે. નવરાત્રીમાં ઢોલનું મહત્વ ઘટવા લાગ્યું છે. જેથી ઢોલના બદલે લોકો ડીજે થી નવરાત્રી રમવા લાગ્યા છે. જેથી ઢોલના વ્યવસાય પર માઠી અસર પડી છે.
![અહીં મળે છે તમામ પ્રકારના સંગીત સાધનો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/gj-ahd-08-dabgarwadmusicinstruments-specialstory-7205053_10022025185035_1002f_1739193635_90.jpg)
ગ્રાહક લક્ષ્મણભાઈ સંગીત સાધનો વિશે વાત કરતાં જણાવે છે કે, 'હું નગારા અને નગારાની મોટર લેવા માટે આ બજારમાં આવ્યો છું. અહીંથી મંદિર માટેના સાધનો, આરતીની વસ્તુઓ, ઢોલ, તાસા બંનેની ઘંટડી વગેરે ખરીદી છે. આ બજાર ખૂબ જ ફેમસ અને ઐતિહાસિક બજાર છે. અહીં ઘણી સારી મ્યુઝિકની આઈટમ મળી જાય છે.'
![અહીં મળે છે તમામ પ્રકારના સંગીત સાધનો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/gj-ahd-08-dabgarwadmusicinstruments-specialstory-7205053_10022025185035_1002f_1739193635_213.jpg)
આ પણ વાંચો: