ETV Bharat / state

વાવમાં વૃદ્ધા પર "જીવલેણ હુમલો": સગા ભત્રીજાઓ પર ગંભીર આરોપ, જાણો શું છે કારણ - NEPHEWS ATTACKED AUNT

વાવના ગોલગામ ગામમાં સગી ફોઈ પર 2 ભત્રીજાઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વાંચો સમગ્ર અહેવાલ...

વાવના ગોલગામ ગામમાં સગી ફોઈ પર 2 ભત્રીજાઓએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
વાવના ગોલગામ ગામમાં સગી ફોઈ પર 2 ભત્રીજાઓએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 11, 2025, 12:53 PM IST

બનાસકાંઠા: વડીલોની કહેવત છે કે, જર જમીન અને જોરુ એ કજીયાના છોરૂ... કંઈક આવો જ બનાવ વાવ તાલુકાના ગોલગામ ગામમાં બન્યો છે. જ્યાં જમીન અને મકાન પડાવી લેવા માટે 2 ભત્રીજાએ પોતાની ફોઈ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાવ પોલીસ મથકમાં સગી ફોઈ ગોમતીબેન રાજાભાઈ લુહારે પોતાના ભત્રીજાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

સગા ભત્રીજાઓ પર ગંભીર આરોપ: ફરિયાદ મુજબ ગોમતીબેન લુહારની જમીન અને ઘર પડાવી લેવાના ઈરાદે સગા ભાઈ અને ભાઈના 2 દીકરાઓએ તેમના પર હુમલો કર્યો. ફરિયાદ મુજબ રાત્રે ઘરે ગોમતીબેન સૂતા હતા. ત્યારે અચાનક તેમના ભાઈના 2 દીકરા કિરણ લુહાર અને વિક્રમ લુહાર ત્યાં આવ્યા હતા અને મકાન અને જમીન પોતાના પિતાના નામે કરી દેવા માટે કહ્યું હતું. ત્યારે ગોમતીબેને કહ્યું કે, આ મકાન મારા પિતાએ જીવન ગુજારવા માટે મને આપ્યું છે. મારા મર્યા બાદ બંને ભાઈઓ સરખા ભાગે વહેંચણી કરીને લઈ લે. તેમ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પાઈપો વડે પગ ઉપર આડેધડ માર મારવા લાગ્યા હતા. ત્યારે ફરિયાદી મહિલાના ભાઈ જયરામભાઈ રાજાભાઈ લુહારે ગડદા પાટુનો માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું.

પીડિત મહિલાએ નોંધાવી ફરિયાદ: ફરિયાદી ગોમતીબેનની જમીન અને ઘર પડાવી લેવાના ઈરાદે કરાયેલા હુમલા અંગે ફરિયાદ નોંધાતા વાવ પોલીસે આરોપી ભાઈ અને 2 ભત્રીજાઓ સામે ગુનો દાખલ કર્યો છે. જોકે, હુમલામાં ફોઈ ગોમતીબેનના પગમાં ફ્રેક્ચર થતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વડીલોની જમીનમાં વહેંચણી સમયે અને જમીનોમાં નામ કઢાવવા માટે અનેક વાર ભાઈ-ભાઈ અને કુટુંબો વચ્ચે ઝઘડો થતો હોય છે. ત્યારે વાવના ગોલગામમાં જમીન અને મકાન પડાવી લેવાના ઈરાદે કરાયેલા હુમલામાં પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો:

  1. વીર હનુમાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોમી એકતાના દર્શન, મુસ્લિમ બિરાદરોએ શોભાયાત્રામાં સંતોનું કર્યું સ્વાગત
  2. દિલ્હી પરિણામ પર બોલ્યા લોકો, 'આપ વાયદા ભૂલી.. ભાજપના વિકાસને સ્વીકાર્યો જ્યારે કોંગ્રેસના સુપડા સાફ થયા'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.