વડોદરા: 14 ફેબ્રુઆરી એટલે કે આજથી શરૂ થનાર વુમન્સ પ્રીમિયર લીગ 2025 ની પહેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ટકરાશે. આ મેચ વડોદરાના નવ નિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે. જેમાં ગુજરાત જાયન્ટ્સની કેપ્ટનશીપ 'એશ્લે ગાર્ડનર' ના હાથમાં હશે જે પ્રથમવાર આ ટીમનું નેતૃત્વ કરશે. અને બીજી તરફ RCB ની કેપ્ટનશીપ અનુભવી ખેલાડી સ્મૃતિ મંધાના કરશે.
𝘼𝙗𝙤𝙪𝙩 𝙏𝙞𝙢𝙚 ⏳
— Women's Premier League (WPL) (@wplt20) February 14, 2025
The wait is over as #TATAWPL season 3 gets underway today! 🥳
Which team will triumph this season? 🤔@UPWarriorz | @DelhiCapitals | @RCBTweets | @mipaltan | @Giant_Cricket pic.twitter.com/iBTpkDO4yr
ગત સિઝનમાં RCBએ ટાઇટલ જીત્યું હતું:
આરસીબીએ શરૂઆતથી જ તાકાત બતાવીને પોતાનું પહેલું WPL ટાઇટલ જીત્યું. તેઓ લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને રહ્યા અને પછી એલિમિનેટરમાં ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યા. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની RCB ટીમે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. બીજી તરફ, GG માટે ગયા વર્ષે મુશ્કેલ સિઝન રહી હતી. તેઓ લીગ તબક્કામાં ટોચના ત્રણમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા. તેઓ તેમની 8 લીગ રમતોમાંથી ફક્ત 2 જ જીતી શક્યા અને અંતે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહ્યા.
બંને ટીમ વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ:
વિમેન્સ પ્રીમિયર લીગના ઇતિહાસમાં, ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચાર વખત ટકરાયા છે. આમાં બંનેમાંથી કોઈને કોઈ ફાયદો નથી. બંને ટીમોએ ૨-૨ મેચ જીતી છે, તેથી સમાન સ્પર્ધા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, બંને ટીમો આ મેચ જીતીને આગળ વધવા માંગશે. આ મેચમાં, કેપ્ટન સ્મૃતિ મંધાના ઉપરાંત, બધાની નજર RCB તરફથી એલિસા પેરી, વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષ અને બોલર શ્રેયંકા પાટિલ પર રહેશે. બીજી તરફ, ગુજરાત જાયન્ટ્સ તરફથી, કેપ્ટન એશ્લે ગાર્ડનર સિવાય, દરેકને વિકેટકીપર-બેટ્સમેન બેથ મૂની, લૌરા વોલ્વાર્ડ અને બોલર શુભમન શકીલ પાસેથી અપેક્ષાઓ હશે.
Trophy 🏆 Shoot With The Captains ✅
— Women's Premier League (WPL) (@wplt20) February 14, 2025
We Are 𝗥𝗘𝗔𝗗𝗬 for the #TATAWPL 2025 👏 👏
Are You❔@DelhiCapitals | @Giant_Cricket | @mipaltan | @RCBTweets | @UPWarriorz pic.twitter.com/FOkpoIlJUI
આજે વડોદરા ખાતે RCB - GG વચ્ચેની મેચનો પિચ રિપોર્ટ:
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મહિલા પ્રીમિયર લીગ 2025 ની પહેલી મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેદાન પર ભારતીય ટીમે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતની મહિલા ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે રમી હતી, જો શ્રેણીને ધ્યાનમાં લેવામાં આવે તો બેટ્સમેનોને કોટંબી સ્ટેડિયમમાં રમવાની પુષ્કળ તકો મળશે. તે શ્રેણીની પહેલી મેચમાં ભારતે 314 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં 358 રન બનાવ્યા હતા. બોલરો માટે પિચ પણ સંતુલિત હતી, કારણ કે, ઝડપી બોલરો અને સ્પિનરો બંનેને પૂરતી મદદ મળી. શ્રેણીમાં સૌથી વધુ વિકેટ ઝડપી બોલર રેણુકા ઠાકુર 10 વિકેટ સાથે ટોચ પર રહી હતી, ત્યારબાદ સ્પિનર દીપ્તિ શર્મા 9 વિકેટ સાથે બીજા સ્થાને રહી હતી. તેથી, પીચ સંતુલિત હોવાની અપેક્ષા છે, જ્યાં બેટ્સમેન અને બોલરો બંનેને સારી મદદ મળશે તેવી અપેક્ષા છે.
Game day energy! 🔥#TATAWPL2025 #GujaratGiants #BringItOn #Adani pic.twitter.com/UN9W1RCtdm
— Gujarat Giants (@Giant_Cricket) February 14, 2025
ટિકિટની કિંમત કેટલી છે?
મહિલા પ્રીમિયર લીગ 2025 ની મેચો 4 સ્થળોએ રમાશે. બીસીસીઆઈએ આ માટેનું શેડ્યૂલ પહેલાથી જ જાહેર કરી દીધું છે. લીગનો પ્રથમ તબક્કો વડોદરામાં યોજાવાનો છે, જ્યાં ટુર્નામેન્ટની પ્રથમ 6 મેચ રમાશે. અહીં યોજાનારી મેચોની ટિકિટનું વેચાણ 31 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે, જેની કિંમત માત્ર 100 રૂપિયાથી શરૂ થાય છે. આનો અર્થ એ થયો કે તમે ફક્ત 100 રૂપિયામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની શરૂઆતની મેચનો આનંદ માણી શકો છો.
જ્યારે બીજા તબક્કામાં, બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 8 મેચ રમાશે. અહીં મેચોની ટિકિટની કિંમત 200 અને 300 રૂપિયાથી શરૂ થાય છે. કૃપા કરીને નોંધ લો કે ટિકિટના ભાવ સ્થળ અને બેઠક વિસ્તારના આધારે બદલાશે. અંતિમ તબક્કામાં, 4 મેચ લખનૌમાં અને 4 મેચ મુંબઈમાં યોજાશે. પરંતુ આ મેચોની ટિકિટનું વેચાણ હજુ શરૂ થયું નથી.
ટિકિટ કેવી રીતે અને ક્યાં ખરીદવી?
WPL 2025 ના પહેલા અને બીજા તબક્કા માટે ટિકિટ ખરીદવા માટે તમારે વધુ મહેનત કરવાની જરૂર નથી. તમે તેને સરળતાથી ઓનલાઈન મેળવી શકો છો. ટિકિટ વેચાણ માટે BCCI એ 'બુક માય શો' સાથે ભાગીદારી કરી છે. તમે આ પ્લેટફોર્મ પરથી સરળતાથી ટિકિટ ખરીદી શકો છો. આ ઉપરાંત, ચાહકો WPL ની સત્તાવાર વેબસાઇટ www.wplt20.com અને તેની એપ્લિકેશન દ્વારા પણ ટિકિટ ખરીદી શકે છે.
💬 “𝑯𝒆𝒓𝒆 𝒕𝒐 𝒔𝒉𝒂𝒌𝒆 𝒖𝒑 𝒕𝒉𝒆 𝒄𝒐𝒎𝒑𝒆𝒕𝒊𝒕𝒊𝒐𝒏.”
— Gujarat Giants (@Giant_Cricket) February 14, 2025
Head Coach Klinger shares his thoughts ahead of the season opener 💯#GGvRCB #TATAWPL2025 #GujaratGiants #Adani pic.twitter.com/w4BulmQAvV
WPL 2025 ક્યાં જોવું?
ચાહકો RCB VS GG મેચનું લાઈવ ટેલિકાસ્ટ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યાથી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લીગની બધી મેચો લાઈવ જોઈ શકશે. જે ચાહકો મોબાઇલ પર લાઇવ સ્ટ્રીમિંગનો આનંદ માણવા માંગે છે તેઓ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ફ્રી માં મેચ નિહાળી શકે છે.
આજની મેચ માટે બંને ટીમો:
ગુજરાત ટાઇટન્સ: એશ્લે ગાર્ડનર (કેપ્ટન), હરલીન દેઓલ. પ્રકાશિકા નાઈક, બેથ મૂની, કાશ્વી ગૌતમ, પ્રિયા મિશ્રા, ભારતી ફુલમાલી, લૌરા વોલ્વાર્ડ, સયાલી સચરે, ડેનિયલ ગિબ્સન, મન્નત કશ્યપ, શબનમ શકીલ, દયાલન હેમલથા, મેઘના સિંહ, સિમરન શેખ, ડીઆન્ડ્રા ડોટિન, ફોબી લિચફિલ્ડ, તનુજા કંવર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના (કેપ્ટન), આશા શોભના જોય, જોશીતા વીજે, રિચા ઘોષ, ડેની વ્યાટ, કનિકા આહુજા, સબ્બીનેની મેઘના, એકતા બિષ્ટ, કેટ ક્રોસ, શ્રેયંકા પાટિલ, એલિસ પેરી, પ્રેમા રાવત, જ્યોર્જિયા વેરહામ, રાઘવી બિસ્ટ, સોફી ડિવાઇન, જગરાવી પવાર, રેણુકા સિંહ, સોફી મોલિનેક્સ
આ પણ વાંચો: