ગુજરાત

gujarat

ETV Bharat / videos

આને કહેવાઈ મતદાન માટે મતદારની ફરજ, નદી ઓળંગી બોટમાં મતદાન કરવા જતાં આ ગામના લોકો - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 5:28 PM IST

મહારાષ્ટ્ર: લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મહારાષ્ટ્ર માં મતદાન થયું, જેમાં અનોખું મતદાન મથક સામે આવ્યું જે આપને બતાવી રહ્યા છીએ. મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર લોકસભાના અક્કલકુવા વિધાનસભાનું મણિબેલી ગામ કે જે ટાપુમાં ફેરવાયેલું છે. આ ગામ સરદાર સરોવર જે નર્મદા નદી ઉપર આવેલ છે, આ નદીની નજીક વસેલું છે જેથી કરીને આ ગામ ભલે મહારાષ્ટ્રનો ભાગ હોય પરંતુ અહીં ગ્રામજનોનો તમામ વ્યવહાર ગુજરાતના કેવડિયા ગામ સાથે ચાલતો હોય છે. તેથી ત્યારે લોકસભા ચૂંટણી દરમિયાન આ ગ્રામજનોને મણિબેલી મતદાન મથક પર મત આપવા બોટ મારફતે જવું પડે છે. મણિબેલીએ મહારાષ્ટ્રના અનેક ચૂંટણી કેન્દ્ર પૈકીનું એક કેન્દ્ર છે. જ્યાં 611 મતદારો વસવાટ છે. આજુબાજુના અન્ય વસાહતોમાંથી 4 થી 5 કિમિ દૂર બોટમાં બેસીને આ લોકો મતદાન કરવા જતાં હોય છે. આશ્ચર્યવાળી વાત એ છે કે આ ગામોમાં કોઈ પણ નેતા ચૂંટણી પ્રચાર માટે આવતા નથી ઉપરાંત કોઈ પણ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો અહી ચલાવવામાં આવતા નથી. છતાં પણ આ મણિબેલી ગામનું મતદાન 50 ટકા થાય છે. આ લોકો લોકશાહીને જીવંત રાખવા ઉત્સાહ પૂર્વક મતદાન કરે છે.

ABOUT THE AUTHOR

...view details