Live ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થશે - LIVE ELECTION COMMISSION PC
Published : Oct 15, 2024, 3:31 PM IST
|Updated : Oct 15, 2024, 4:28 PM IST
નવી દિલ્હી: આજે ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનના પેલેનરી હૉલ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. જેમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થવાની છે. સાથે સાથે ગુજરાતની ખાલી પડેલી બે વિધાનસભાની બેઠકો (વિસાવદર અને વાવ) પર પણ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. 288 બેઠકોવાળી મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થાય છે, જેનો અર્થ છે કે મહારાષ્ટ્રમાં 26 નવેમ્બર પહેલાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ. જ્યારે 81 બેઠકોવાળી ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 5 જાન્યુઆરી, 2025 ના રોજ સમાપ્ત થશે. જેમાં લગભગ 50 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે, તેથી ચૂંટણી પંચ તેમના માટે પણ ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આ મહિનાના અંતમાં અને નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં દિવાળી અને છઠ જેવા મોટા તહેવારો છે. તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ નવેમ્બરના બીજા સપ્તાહમાં મતદાનની તારીખ નક્કી કરી શકે છે.
Last Updated : Oct 15, 2024, 4:28 PM IST