જામનગર મનપા સંચાલિત સ્પોર્ટસ સંકુલમાં ફાયર સેફ્ટીનો અભાવ, વિપક્ષે સીલ મારવાની ચીમકી ઉચ્ચારી - Jamnagar fire safety - JAMNAGAR FIRE SAFETY
Published : Jun 11, 2024, 3:53 PM IST
જામનગર : રાજકોટમાં TRP ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ રાજ્યમાં તંત્ર અચાનક સફાળું જાગ્યું અને દરેક જગ્યાએ ફાયર NOC અંગે તપાસ થવા લાગી. પરંતુ સરકારના પોતાના વિભાગની આસપાસની કચેરીઓમાં અને એકમોમાં જ ફાયર સેફ્ટીનો અભાવ છે, તે જગ્યા પર ચેકીંગ ક્યારે હાથ ધરવામાં આવશે ? જામનગરમાં એવું જ કંઇક સામે આવ્યું છે. જામનગરમાં ચીફ ફાયર ઓફિસરના ઘર સામે જ આવેલા સ્પોર્ટ્સ સંકુલમાં ફાયર સેફ્ટીનો અભાવ સામે આવ્યો છે. સમગ્ર સ્પોર્ટસ સંકુલમાં એક પણ ફાયરની બોટલ લગાવેલ નથી. ઉલ્લેખનીય છે કે, 250 જેટલા બાળકો રોજ અહીં બેડમિન્ટન રમવા આવે છે. અહીં પણ રાજકોટવાળી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે તંત્ર અને ફાયર વિભાગ ક્યારે પગલાં લેશે ? આ સ્પોર્ટ્સ સંકુલમાં ઘણી સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે જેના કારણે આ સ્પોર્ટ્સ સંકુલમાં ભીડ રહે છે. જો આ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ ?