કિમ નદી બની ગાંડીતૂર, ગામડાઓમાં પાણી ઘૂસ્યા, કઠોદરા ગામ થયું સંપર્ક વિહોણું - kim river overflow - KIM RIVER OVERFLOW
Published : Jul 25, 2024, 8:58 PM IST
સુરત: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી કિમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જેમાં કિમ નદીના જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ગતરોજ માંગરોળ તાલુકાના અનેક ગામડાઓમાં કિમ નદીના પાણી ઘૂસી આવ્યા હતા. ત્યારે આજે મોડી રાત્રે કીમ નદીના જળ સ્તરમાં વધારો થતાં કીમ નદીના પાણી ઓલપાડના કઠોદરા સહિતના ગામોમાં ઘૂસી ગયા હતા. મોડી રાત્રે ઘૂસેલા પાણીને લઇને સ્થાનિકો દોડતા થઈ ગયા હતા. અને સહી સલામત સ્થળે પહોંચી ગયા હતા. કઠોદરા ગામ તરફ જવાના માર્ગે પાણી ભરાઈ જતાં ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. તંત્ર દ્વારા હાલ લોકોને બનતી મદદ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.