ગુજરાત

gujarat

ETV Bharat / videos

Kheda Accident : ખેડાના કપડવંજ-કઠલાલ રોડ પર ગોઝારો અકસ્માત, 45 મુસાફરો ભરેલી બસ પલટી - કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2024, 2:12 PM IST

ખેડા : કપડવંજ કઠલાલ રોડ પર ઉદાપુરા નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીંથી પસાર થઈ રહેલી લક્ઝરી બસ પલટી ખાઈ જતા બસમાં સવાર 45 મુસાફરોના જીવ અધ્ધર થયા હતા. આ અકસ્માતમાં 13 લોકોને ઈજાઓ પહોંચી હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

ગોઝારો અકસ્માત : ગત મોડી રાત્રે ખેડા જિલ્લાના કપડવંજ-કઠલાલ રોડ પર ઉદાપુરા પાટીયા પાસેથી પસાર થઈ રહેલી લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કુલ 45 મુસાફરો ભરીને રાજસ્થાનથી સુરત જઈ રહેલી બસ રોડની સાઈડમાં ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ મુસાફરોને અકસ્માતગ્રસ્ત બસમાંથી બહાર કાઢ્યા હતા. જેમાંથી કુલ 13 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. આ અકસ્માત મામલે આતરસુંબા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. Kheda Accident : ખેડામાં ભયાનક અકસ્માત, ડમ્પરચાલકની બેદરકારીએ માઘરોલીના બે યુવકનો ભોગ લીધો
  2. અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, 25થી વધુ લોકો ઘાયલ

ABOUT THE AUTHOR

...view details