ગુજરાત

gujarat

ETV Bharat / videos

Poonam Madam : સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત પૂનમ માડમ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું - ક્રિકેટ ટૂર્નામેન્ટ

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2024, 5:39 PM IST

Updated : Jan 29, 2024, 6:21 PM IST

જામનગરઃ અત્યારે સાંસદ ખેલ મહોત્સવ 2024 અંતર્ગત વિવિધ રમતો અને સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત સાંસદ પૂનમ માડમ દ્વારા જામનગરમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ 382 જેટલી ટીમોએ ભાગ લીધો છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આ ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ફોર્મેટ રાત્રિ પ્રકાશ પ્રકારનું રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત બહેનો માટે રસ્સાખેંચ, નારગોલ, લીંબુ ચમચી, સંગીત ખુરશી તેમજ કોથળા દોડ તેમજ ભાઈઓ માટે કબડ્ડી ખોખો સહિતની રમતનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ખાસ કરીને યુવાનોમાં ખેલદીલીની ભાવના અને ફિટનેસ જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 3 માર્ચના રોજ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ફાઇનલ મુકાબલો જોવા મળશે.

સાંસદ ખેલ મહોત્સવ 2024 અંતર્ગત જામનગરમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ પણ અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓ માટે રસ્સાખેંચ, નારગોલ, લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓ યોજાવાની છે. આ કાર્યક્રમ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ રમત ગમત પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન અને સહયોગથી યોજાયો છે. આ કાર્યક્રમ વિષયક વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવનાર છે જેના પર રજિસ્ટ્રેશન કરી શકાશે...પૂનમ માડમ(સાંસદ, જામનગર)

આજના કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ ઉપરાંત કાલાવાડના ધારાસભ્ય મેઘજી ચાવડા સહિત અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ખેલાડીઓ અને નાગરિકોએ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં હાજરી આપી હતી. 

Last Updated : Jan 29, 2024, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details