ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગર લોકસભા બેઠક ઉમેદવાર પૂનમ માડમનો લોક સંપર્ક, પ્રજાના પ્રતિસાદને લઇ કરી વાતચીત - Jamnagar Lok Sabha Seat

By ETV Bharat Gujarati Team

Published : Apr 15, 2024, 3:30 PM IST

જામનગર : લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવાર ફોર્મ ભરવાના માહોલ વચ્ચે પક્ષ પ્રચાર ખૂબ વેગવંતા બન્યાં છે. જામનગર ભાજપ કાર્યકર્તાઓ પણ જામનગર લોકસભા બેઠક ઉમેદવાર પૂનમ માડમના લોક સંપર્ક કાર્યક્રમોને લઇ વ્યસ્ત બન્યાં છે. પૂનમ માડમ પર વિશ્વાસ મૂકી ભાજપે ફરી હાલના સાંસદ પૂનમ માડમને મેદાને જંગમાં ઊતાર્યાં છે. કાર્યકર્તાઓનું માનવું છે કે પૂનમ માડમ હેટ્રીક મારે તેવી શક્યતા છે કારણ કે હાલાર પથંકમાં આમ પણ ભાજપનો જુવાળ છે અને સાંસદ પૂનમ માડમ છેલ્લા એક મહિનાથી ગ્રામ વિસ્તારમાં પ્રવાસ ખેડી રહ્યા છે. જો કે જામનગર દ્વારકા લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે અને પાટીદાર ઉમેદવાર કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યો છે, તો પૂનમ માડમ આહીર સમાજમાંથી આવે છે.જિલ્લામાં મતદારોની વાત કરવામાં આવે તો સૌથી વધુ વસતી સમગ્ર વિસ્તારમાં પાટીદાર અને આહીરની છે. બંને ઉમેદવાર પાટીદાર અને આહીર સમાજમાંથી આવે છે. માડમ પરિવારનો જામનગર પંચકમાં દબદબો છે. જામનગર પંથકમાં પણ ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી રહી છે કારણ કે રાજપૂત સમાજમાં રૂપાલાને લઈ ભારે નારાજગી જોવા મળી રહી છે અને મતદારો કોંગ્રેસ તરફ પોતાનો ઝૂકાવ કરે તેવી શક્યતા છે. સાંસદ પૂનમ માડમ છેલ્લા ઘણા વર્ષોથી સક્રિય રાજકારણમાં છે. ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેલવેના પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છે તો આરોગ્ય અને રસ્તાના કામો પણ કર્યા છે. 

  1. Jamnagar Lok Sabha Seat: રિવાબા પૂનમ માડમને ગળે મળ્યાં, જામનગર લોકસભા બેઠક પર બે ટર્મના સાંસદ પૂનમ માડમ ફરી રિપીટ
  2. જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે પાટીદાર ચેહરાની કરી પસંદગી..જાણો કેવી છે રણનીતિ ? - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details