ETV Bharat / state

વલસાડના ચાવશાળા ગામમાં મહિલાની હત્યા, સાવકા પુત્રએ દાતરડાથી ગળું કાપ્યું હોવાનો આરોપ - VALSAD CRIME

વલસાડ જિલ્લામાં કપરાડાના અંતરિયાળ ગામ ચાવશાળામાં રહેતા પૂર્વ સરપંચની પત્નીની હત્યાનો બનાવ બન્યો છે. સાવકા પુત્રએ મહિલાને મોતને ઘાટ ઉતારી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2024, 4:27 PM IST

વલસાડ : કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ ચાવશાળામાં રહેતા પૂર્વ સરપંચની પત્નીની હત્યાનો બનાવ બન્યો છે. પ્રથમ પત્નીના પુત્રએ ઝઘડામાં ઉશ્કેરાઇ જઈ દાતરડા વડે સાવકી માતાનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ તો પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડના ચાવશાળા ગામમાં મહિલાની હત્યા (ETV Bharat Gujarat)

ઘરકંકાસનું કરુણ પરિણામ : કપરાડા તાલુકાના ચાવશાળા ગામે મંદિર ફળિયામાં રહેતા પૂર્વ સરપંચ કાસુભાઈ પાલવા તેમની બે પત્ની સાથે ત્રણ ગાળાના મકાનમાં વસવાટ કરે છે. તેમની પ્રથમ પત્નીના પુત્ર ભગુભાઈ પાલવાનો કાસુભાઈની દ્વિતીય પત્ની સુકરીબેન સાથે વારંવાર ઝઘડો થતો હતો, જેને લઈને ઘરમાં કંકાસ વધી ગયો હતો.

સાવકા પુત્રએ કરી માતાની હત્યા : ગત બુધવારના રોજ પણ આવી જ કંઈક ઘટના બની હતી, જેને લઈને મામલો વધુ બિચક્યો હતો. જોકે આ સમગ્ર બાબતમાં કાસુભાઈની બીજી પત્ની સુકરીબેને આરોપીને સમજાવવાનો પ્રયાસ કરવા ગયા હતા. જે દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા ભોગુ પાલવડે નજીકમાં મુકેલા દાતરડા વડે સુકરીબેનના ગળાના ભાગે ઘા કર્યા હતા. જેમાં ઘટનાસ્થળે તેમનું મોત નીપજ્યું હતું.

આરોપી ઝડપાયો : પૂર્વ સરપંચના ઘરે ઝઘડાને પગલે બૂમાબૂમ થતાં સ્થાનિક રહીશોનું ટોળું સ્થળ ઉપર પહોંચ્યું હતું. જ્યાં સુકરીબેનને લોહી લુહાણ હાલતમાં પડેલા જોઈ લોકોએ અગ્રણીઓને જાણ કરી હતી. જે બાદ પોલીસ મથકે જાણ કરાતા કપરાડા પોલીસ મથકના PI કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. સાવકી માતાને મોતને ઘાટ ઉતારી દેનાર પુત્રની પોલીસે ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

હત્યાનું કારણ શું હતું ? કોરોનાકાળથી ભગુ પાલવા કામ ધંધો કરતો નહોતો. ઘરમાં પડતી આર્થિક તંગીને કારણે વારંવાર ભગુની પત્ની સાથે તેને ઝઘડા થતા હતા. નોકરી ધંધા બાબતે પત્ની સાથે સામાન્ય બોલાચાલી થયા બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ થયું હતું. ભગુ પાલવ ઘરથી નીકળી કાકાના ઘર તરફ ચાલી નીકળતા તેને સમજાવવા માટે તેની પ્રથમ માતા અને બીજી માતા ગયા. ત્યારે ભગુભાઈએ સાવકી માતાને દાતરડાના ઘા મારતા ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું.

  1. વલસાડમાં 19 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મૃત્યુ, પોલીસે તપાસ શરુ કરી
  2. ધરમપુરના બોપી ગામે ભાઇ-બહેન નદીમાં ડૂબ્યા, બાળકનું મોત થયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.