ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં ચાલતી 306 વર્ષ જૂની અનોખી ગરબી, સતત સાડા ત્રણ કલાક પુરૂષોએ લીધા રાસ - NAVRATRI 2024

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2024, 9:21 AM IST

જામનગર: જામનગર શહેરની જલાની જાર વિસ્તારમાં છેલ્લા 306 વર્ષથી અનોખી ગરબી યોજાઈ છે. અહીં પુરૂષો પીતાંબર પહેરી કોઈપણ લાઉડ સ્પીકર કે વાજીંત્રોના ઉપયોગ વગર ગરબાના તાલે ગરબે ઘૂમે છે. એકપણ ક્ષણના વિરામ વિના નગારા તાલે પુષી દ્વારા પરંપરાગત લાલ, પીળા, કેસરી અબોટીયા પહેરી, માથે તિલક કરીને ગરબે રમે છે. આ ઇશ્વર વિવાહમાં ચાંદીજડિત માતાનો મઢ અને ચાંદી જડિત મા નવદુર્ગાના પૂતળા સદીઓ પુરાના છે. ત્યારે આ વર્ષે પણ જૂની પુરાણી પરંપરા જાળવી રાખવામાં આવે છે. શ્રોતાઓ સાર સમજી શકે તે માટે એક પંક્તિને ચાર ચાર વખત ગાવામાં આવે છે, આદ્યકવિ દેવીદાસ રચિત ઈશ્વર વિવાહ જોવો અને ગાવો એ અવિસ્મરણીય લ્હાવો છે, સતત સાડા ત્રણ કલાક સુધી ઇશ્વર વિવાહનું ગાન ગવાઈ છે. આ ગરબીની વિશેષતા એ છે કે સાતમાં નોરતે શિવ વિવાહ અને ઈશ્વર વિવાહ યોજવામાં આવે છે, દશેરાની રાત્રે અને અગિયારસની વહેલી સવારે માતાજીને કનકાઈનો અનકોટ ધરાવવામાં આવે છે. 600થી વધુ લોકો સાથે મળીને ઈશ્વર વિવાહ ગાય છે.

ABOUT THE AUTHOR

...view details