Lord Ram in America: અમેરિકા પણ બન્યું 'રામ મય', ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે શ્રીરામની વિશાળ થ્રીડી તસ્વીર લગાવાઈ - રામ મંદિર
Published : Jan 22, 2024, 10:47 AM IST
ન્યૂયોર્ક: સમગ્ર દેશમાં રામ મંદિરમાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આંનદ અને ઉમંગનો માહોલ છે, ત્યારે વિદેશમાં પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમેરિકાના ન્યૂયોર્ક સિટીના ટાઈમ્સ સ્કે્વર પર ભગવાન શ્રીરામની વિશાળ થ્રીડી પોર્ટેઈટ દર્શાવવામાં આવ્યું છે. જેને જોઈને ભારતીયો વધુ ઉત્સાહિત દેખાઈ રહ્યાં છે, ગઈકાલે પણ ટાઈમ્સ સ્કેવર ખાતે કેટલાંક ભારતીય લોકોએ લાડુ અને મીઠાઈ ખવડાવીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. મહત્વપૂર્ણ છે કે, અમેરિકાના 11 રાજ્યોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મોટા મોટા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યાં છે તેથી કહી શકાય કે, વિદેશમાં પણ રામ નામની ગૂંજ સંભળાઈ રહી છે.