પોરબંદરના સમુદ્રમાં લહેરાયો ત્રિરંગો: છેલ્લા 25 વર્ષથી લહેરાતો રાષ્ટ્રપ્રેમ - Independence Day 2024
Published : Aug 15, 2024, 10:03 AM IST
|Updated : Aug 15, 2024, 12:08 PM IST
પોરબંદર: ભારત દેશમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 25 વર્ષથી અવિરત સમુદ્રમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રપર્વની ઉજવણી કરવામાં આવે છે. આ તકનો મોટી સંખ્યામાં પોરબંદરના શહેરીજનોએ લ્હાવો લીધો હતો. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્ય હર્ષિત રૂઘાણીએ જણાવ્યું હતું કે, શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 25 વર્ષથી આ રીતે 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ અને 26 જાન્યુઆરી, ગણતંત્ર દિવસના રોજ સમુદ્રમાં ધ્વજવંદન કરવામાં આવે છે. આ વિશેષ કાર્યનો હેતુ યુવાઓમાં સાહસિકતા વધારવાનો અને દેશબંધુઓમાં રાષ્ટ્રપ્રેમ નિર્માણ કરવાનો છે. દર વર્ષે ક્લબના તમામ મિત્રો સમુદ્રમાં અંદર સુધી જઈને ધ્વજવંદન કરે ત્યારે અનોખું વાતાવરણ સર્જાય છે. સમુદ્રમાં જ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ રાષ્ટ્રગાન ગવાય છે. દુબઇથી આવેલ આર્યા ઋષિ થાનકીએ જણાવ્યુ કે, મેં આજે પોરબંદરના દરિયામાં સ્વિમિંગ કર્યું હતું અને ધ્વજવંદન પણ કર્યું આ રીતે દરિયામાં પ્રથમ વાર નિહાળી ખૂબ ખુશી અનુભવું છું.