અગ્નિકાંડ સમર્થનમાં પરા બજારના વેપારીઓ અડધો દિવસ બંધ પાળશે - VEPARI BANDH SAMRTHAN
Published : Jun 23, 2024, 6:00 PM IST
રાજકોટ: અગ્નિકાંડમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા કોંગ્રેસનું બંધનું એલાન કર્યુ છે. એલાનને અલગ અલગ સંસ્થાઓ અને બજારો દ્વારા આપવામાં આવી રહ્યું છે સમર્થન. રાજકોટની સૌથી પૌરાણિક બજાર પરા બજાર દ્વારા બંધને સમર્થન, પરા બજારમાં આશરે 250 થી 300 વેપારીઓ કરે છે વેપાર. રાજકોટવાસીઓ દ્વારા પિડીતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા તા.25 મંગળવારે અગ્નિકાંડને પ્રથમ વર્ષીએ શહેર બંધનું એલાન કરવામાં આવ્યું છે અને સ્વયંભુ બંધ પાળવાની અપીલ કરાઇ હતી. લોકો પીડીતોને ન્યાય અપાવવા આગળ આવી રહ્યા છે અને રાજકોટ બંધમાં જોડાવવા પ્રતિસાદ આપી રહ્યા છે. રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટના એ આખરી બની રહે તે માટે વેપારીઓ બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવશે.