ETV Bharat / state

કચ્છમાં ગુનાખોરોએ દાદાગીરીની હદ વટાવી: રુપિયા નહી આપવા પર કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી

કચ્છમાં કોન્ટ્રાકટર જો પવનચક્કી દીઠ 25 લાખ રૂપિયા નહીં આપે તો તેને કામ કરવા નહીં મળે તેવી સ્થાનિક વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી હતી.

કચ્છમાં ગુનાખોરોએ દાદાગીરીની હદ વટાવી
કચ્છમાં ગુનાખોરોએ દાદાગીરીની હદ વટાવી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

કચ્છ: જિલ્લાના નખત્રાણા તાલુકાના અરલ ગામમાં પવનચક્કી દીઠ 25 લાખની ઉઘરાણી કરી કોન્ટ્રાકટરને માર મરાયો હોવાની ઘટના બની છે. કોન્ટ્રાકટર જો પવનચક્કી દીઠ 25 લાખ રૂપિયા નહીં આપે તો તેને કામ કરવા નહીં મળે તેવી સ્થાનિક વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ ધમકીની ફરિયાદીએ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કોન્ટ્રાકટર પાસે સ્થાનિક લોકોએ કરી ઉઘરાણી: સમગ્ર બનાવ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશને લખપત તાલુકાના કુરિયાણીના મહાવીરસિંહ સ્વરૂપાજી સોઢા કે જેઓ રીયાન્સી કન્ટ્રકશનમાં કોન્ટ્રાકટર છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અલગ અલગ કંપનીની પવનચક્કી ઊભી કરવાના ફાઉન્ડેશનનું કામ કરે છે. હાલમાં તેમની કંપની દ્વારા રેસ્કો ગ્લોબલ વિન્ડ સર્વિસ પ્રા. લિ. કંપનીની પવનચક્કી અને ફાઉન્ડેશનનું કામ નાની-મોટી અરલની સીમમાં ચાલુ છે.

કંપની અને ગ્રામ પંચાયત વચ્ચે બેઠક થઈ સહમતી મળી ગઈ હતી: ત્રણેક મહિના પહેલા જ્યારે કંપનીએ નાની અરલ અને મોટી અરલ ગામે કામ ચાલુ કરવાનું હતું તે પહેલા 25 સપ્ટેમ્બરના રોજ મોટી અરલ ગામે સરપંચ, સભ્યો તથા ગ્રામજનો સાથે કંપનીએ બેઠક કરી હતી, જેમાં કંપનીએ ગ્રામ વિકાસનાં કામો કરી આપવાનું નક્કી કર્યું હતું. જેમાં ગ્રામજનોએ સહમતી દર્શાવતાં ગ્રામલોકોને વિશ્વાસમાં લઇ કંપનીએ પવચક્કીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

પવનચક્કી દીઠ 25 લાખની ઉઘરાણી કરી કામ અટકાવ્યું: મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, 2 ઓકટોબરના રોજ ફાઉન્ડેશનનું કામ ચાલુ હતું ત્યારે નાની અરલના પ્રવીણસિંહ હરિસિંહ જાડેજા ચાલુ કામ વખતે ત્યાં આવ્યા હતા. તેમણે મજુરો અને કોન્ટ્રાક્ટરોને કામ બંધ કરવાનું કહ્યું હતું. આ ઘટનાની જાણ મહાવીરસિંહને થતા તેઓ તેમની સાથે કામ કરતા સુરુભા સોઢા તથા અનિરુધ્ધસિંહ જાડેજાને સાથે લઈને જેતે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે હાજર પ્રવિણસિંહ હરિસિંહ જાડેજાને કામ બંધ કરાવવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે, "અમને એક પવનચક્કી દીઠ 25 લાખ આપવા પડશે, નહીંતર કામ કરવા નહીં દઉં."

રુપિયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી
રુપિયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી (Etv Bharat Gujarat)

જો પૈસા નહીં મળે તો કામ કરવા નહીં મળે: ફરિયાદી મહાવીરસિંહે આરોપી પ્રવિણસિંહને જણાવ્યું હતું કે ગ્રામજનોની મીટીંગ થઈ ગઈ છે અને કંપની ગામના વિકાસના અમુક કામ કરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે પ્રવિણસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગામ લોકો સાથે જે પણ મીટીંગ થઈ છે તેમાં તેને કોઈ લેવા દેવા નથી. તેઓ આ વિશે કંઈ જાણતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, "જો તમને આ કામ કરવું હશે તો તેના માટે અલગથી એક પવનચક્કી દીઠ 25 લાખ આપવા પડશે નહી તો કામ કરવા નહી મળે."

3 આરોપીઓએ ઉશેકરાઈને ફરિયાદી સાથે કરી હતી ગાળાગાળી: ત્યારબાદ 10 નવેમ્બરના રોજ ફરિયાદી મહાવીરસિંહ, સુરુભા સોઢા તથા અનિરુધ્ધસિંહ જાડેજા મોટી અટલ કંપનીની સાઈડ પર કામ ચાલુ હતું ત્યાં હાજર હતા. આ દરમિયાન આરોપી પ્રવીણસિંહ ઉપરાંત પ્રદ્યુમનસિંહ હરિસિંહ જાડેજા અને લાલુભા દુજુભા જાડેજા હાથમાં ધોકા લઇ આવ્યા હતા. ત્યાં આવીને કામ બંધ કરી નાખો એમ કહી ફરિયાદીને જણાવ્યું હતું કે, તમારે અમને પવનચકકી દીઠ 25 લાખ આપવા છે કે નહી, જેથી મહાવીરસિંહે જણાવ્યું કે, આ જમીનમાં આરોપીને કંઈ લેવા દેવા નથી જેથી તેઓ આરોપીને રૂપિયા નહી આપી શકે. આ પ્રકારની વાત કરતા ત્રણેય લોકો ઉશ્કેરાઈ ગયા અને તેમણે ફરિયાદી સાથે ગાળાગાળી કરી અને જોઈ લેઈશું એવી ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ ફરીથી કંપનીના લોકોએ કામ ચાલુ રાખ્યું હતું. જોકે આ સમયે આરોપીઓ જતા રહ્યા હતા તેથી ફરિયાદીએ જે તે વખતે ફરીયાદ કરી ન હતી.

15 નમવેમરના અન્ય ગામે 3 આરોપી આવીને માર માર્યો: 15 નવેમ્બરના રોજ સવારના રાબેતા મુજબ મહાવીરસિંહ પોતાની ગાડી લઈ નાની અરલ અને મોટી અરલ ગામમાં જ્યાં કામ ચાલતુ હતુ ત્યાં સાઈટ પર ગયા હતા. બપોરે જમ્યા બાદ તેઓ અનિરુધ્ધસિંહ જાડેજા તથા ભાણુભા જાડેજા સાઈટ પર પરત જવા નીકળ્યા હતા. આ દરમિયાન 2:30 વાગ્યાના અરસામાં નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે પહોંચતા પંચાયત પાસે ગાડી ઉભી રાખી હતી અને ત્રણેય જણા નીચે ઉતરી ત્યાં નજીકમાં ઓટલા પર બેઠા હતા.

3 આરોપીઓ લાકડાના ધોકા વડે કોન્ટ્રાક્ટને માર્યો માર: અહીં પ્રવિણસિંહ હરિસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ હરીસિંહ જાડેજા તથા લાલુભા દુજુભા જાડેજાના આ ત્રણેય જણાના હાથમાં એક-એક લાકડાનો ધોકો લઈને પહોંચ્યા અને ફરિયાદીને મારવા લાગ્યા હતા.

જાનથી મારી નાખવાની ધમકી: મારામારીમાં ફરિયાદીને જમણા હાથની આંગળીના ભાગે તથા મોઢાના ભાગે, ડાબી આંખની નીચે ઇજાઓ થઈ હતી. ઉપરાંત ફરિયાદીએ રાડારાડ કરતાં આજુબાજુથીમાંથી લોકો આવતા ત્રણેય આરોપીઓ ભાગી ગયા હતા. જતાં જતાં તેમણે ફરિયાદીને જણાવ્યું હતું કે 'અમને રુપિયા નહી આપે તો હવે પછી જાનથી મારી નાખીશું." ત્યારબાદ ફરિયાદીએ દવાખાને સારવાર લીધા બાદ નખત્રાણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપીઓ વિરૂદ્ધ વિવિધ કલમોના આધારે ગુનો નોંધ્યો: નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રવિણસિંહ હરિસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ હરીસિંહ જાડેજા તથા લાલુભા દુજુભા જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308.4, 115.2, 296 (બી),351.3, 54 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી નખત્રાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મોહન આયર અને આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર વસંત મકવાણાએ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. સાવકી માતાએ ક્રૂરતાની તમામ હદ વટાવી, 8 વર્ષની બાળકીને એવી યાતના આપી કે જાણીને કોઈપણ હચમચી જાય
  2. ભરૂચ-જંબુસર હાઈવે લોહિયાળ બન્યો: ટ્રક પાછળ કાર ઘૂસી, 7 લોકોના કરુણ મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.