ETV Bharat / state

'ફ્રેન્ડશીપ કરવી છે', પરિણીત મહિલાના રોંગ નંબરનો જવાબ આપી મોરબીના વેપારી જબરા ફસાયા - MORBI HONEY TRAP

ટંકારાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી દંપતી સહીતનાએ રૂપિયા 5 લાખ પડાવ્યા હતા.

મોરબીમાં વેપારી હનીટ્રેપનો શિકાર થયા
મોરબીમાં વેપારી હનીટ્રેપનો શિકાર થયા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 20, 2025, 7:07 PM IST

Updated : Jan 21, 2025, 10:37 AM IST

મોરબી: મોરબીના ટંકારામાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાંને વેપારીને મોબાઈલથી સંપર્ક કરી મહિલાએ મિત્રતા કરવાની ઓફર કરી હતી અને બાદમાં મહિલાએ ફરવા માટે બોલાવીને વેપારીને રાજકોટ અને ટંકારા આજુબાજુના વિસ્તારમાં લઈ ગઈ હતી. આ બાદ મહિલાના પતિ સહિતના પાંચ આરોપીઓએ કાવતરું રચી વેપારીનું કારમાં અપહરણ કરીને માર માર્યો હતો અને દુષ્કર્મની ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂપિયા 5 લાખની માંગ કરી હતી. બનાવને પગલે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે પોલીસે 8.25 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

સ્ત્રીએ મિત્રે મિત્રતા કેળવી અલગ અલગ સ્થળે લઇ ગઈ
વિગતો મુજબ, ટંકારાના હરીપરમાં રહેતા 37 વર્ષના વેપારીએ દિવ્યા ઉર્ફે પૂજા રમેશ જાદવ, રમેશ કાળુભાઈ જાદવ, સંજય ભીખાલાલ પટેલ, હાર્દિક કિશોર મકવાણા અને ઋત્વિક એમ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વેપારી મીતાણા નજીક કારખાનામાં બેસીને વેપાર કરે છે. 7 દિવસ પૂર્વે તેમના મોબાઈલ નંબર પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. જેમાં પૂજાબેન નામની મહિલાએ 'તમે પાણી વાળા ભાઈ બોલો છો' કહેતા વેપારીએ ના પાડી હતી. આથી પૂજાએ તેમનું નામ પૂછ્યું હતું. બાદમાં બીજા દિવસે વોટ્સએપમાં પૂજાએ જય માતાજી તથા ગૂડ મોર્નિંગના મેસેજ કર્યા હતા અને પોતાનો પતિ ટ્રક ડ્રાઈવર છે તે અમુક સમયે જ આવે છે જેથી ફ્રેન્ડશીપ કરવી છે કહ્યું હતું. સાથે તેણે મોરબીના ઘૂટું ગામે રહે છે અને 'તમે કહેશો ત્યાં આવી જઈશ' કહેતા વેપારીએ ફ્રી હોય ત્યારે જણાવીશ કહ્યું હતું.

મોરબીમાં વેપારી હનીટ્રેપનો શિકાર થયા (ETV Bharat Gujarat)

સ્વીફટ કારમાં અપહરણ કર્યું હતું
બાદમાં 17 જાન્યુઆરીના રોજ સવારે પૂજાએ વેપારીને ફોન કર્યો અને કહ્યું 'રાજકોટ હોસ્પિટલના કામે જાવ છું, તમારી પાસે સમય હોય તો આપણે મળીએ.' પુજાએ વેપારીને છતર ગામે ઉભા રહીને ત્યાંથી ગાડીમાં રાજકોટ જવાની વાત કરી હતી. આથી બપોર છત્તર ગામના બસ સ્ટેન્ડ પાસે ફરિયાદી અને તેના મિત્ર બંને કાર લઈને ગયા. જ્યાં પુજાબેને ફોનમાં જણાવ્યું કે, તેણે પીળા રંગની સાડી પહેરી છે જેથી તેને ઓળખી ગયા અને ગાડીમાં બેસાડી રાજકોટ સિવિલ જવા નીકળ્યા હતા. દિવસ દરમિયાન તેઓ રાજકોટ-જામનગર રોડ પર આવેલ ટી.જી.એમ હોટેલ ગયા અને અલગ અલગ સ્થળે ફરવા ગયા હતા. દરમિયાન પૂજાએ પોતાનું સાચું નામ દિવ્યા હોવાનું જણાવ્યું અને ફોનમાંથી તેણે કોઈને મેસેજ કર્યો હતો. બાદમાં પૂજાએ કહ્યું કે, 'છત્તર ઉતારી દેજો, પાછળ કોઈ ગાડી પીછો કરે છે. આથી વેપારીએ તેને ત્યાં ઉતારતા જ અચાનક એક સ્વીફ્ટ કાર આવી જેમાં 5 લોકો હતા. તમામ વેપારીનું અપહરણ કરીને સ્વીફ્ટ કારમાં બેસાડી લઇ ગયા હતા.

દુષ્કર્મની ફરિયાદ કરવાનું કહીને પૈસા પડાવ્યા
જેમાં એક વ્યક્તિએ પોતે દિવ્યાનો ભાઈ ઋત્વિક હોવાની ઓળખ આપી હતી અને અલગ અલગ સ્થળે લઇ જઈને વેપારીને માર માર્યો હતો. બાદમાં ઋત્વિકે 'મારી બહેનને તમે આખો દિવસ લઈને કેમ ફરો છો' કહીને મારવા લાગ્યો હતો, આરોપી હાર્દિક મકવાણાએ બળાત્કારના કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી. જોકે સમાધાન કરીને લેવડદેવડમાં વાત પતાવી નાખવા સુધી પહોંચી અને સમાધાનના 5 લાખ માંગ્યા હતા. વેપારી સાથે મિત્રએ ગાડીમાં થેલામાંથી ધંધાના રૂ.1 લાખ રોકડા સંજય ભીખાલાલ પટેલને આપ્યા હતા અને જવા દીધા હતા. બાદમાં તા. 19 જાન્યુઆરીના રોજ ટંકારા પાસે વેપારીને બોલાવ્યો હતો. જ્યાં ફરિયાદી અને તેનો મિત્ર જયદીપ ગયા હતા, જ્યાં બાકીના રૂપિયા 4 લાખ માટે દિવ્યા, તેનો પતિ રમેશ જાદવ, સંજય પટેલ અને હાર્દિક કિશોર મકવાણાએ આવી બાકીના ચાર લાખ માટે ધમકી આપી હતી અને કુલ પાંચ લાખની રકમ પડાવી હતી.

8 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો
આ અંગે વેપારીની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી હતી અને આરોપીઓ સંજય ભીખાભાઈ ડારા, હાર્દિક કિશોર મકવાણા, દેવુબેન ઉર્ફે પૂજા ઉર્ફે દિવ્યા રમેશભાઈ જાદવ અને રમેશ કાળુભાઈ જાદવ એમ 4 આરોપીને ઝડપી લઈને રોકડ રૂ.5 લાખ, 5 મોબાઈલ, સ્વીફ્ટ કાર સહિત કુલ રૂ.8.25 નો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરની ધરપકડ, આ કારણે આવ્યા પોલીસની પકડમાં
  2. ગીર પંથકમાં આતંક મચાવનાર ત્રણ દીપડા અંતે પાંજરે પુરાયા, લોકોએ હાલ પુરતો લીધો રાહતનો શ્વાસ

Last Updated : Jan 21, 2025, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.