ચાર ઇંચ વરસાદમાં મહેસાણાનો રાધનપુર રોડ પાણીમાં ગરકાવ, જુઓ - heavy rain in mehsana - HEAVY RAIN IN MEHSANA
Published : Sep 3, 2024, 10:51 PM IST
મહેસાણા: જિલ્લાના વિકસિત વિસ્તાર એવા રાધનપુર રોડ પર વરસાદના પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મહેસાણા રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિર પાસે સી લિંક રોડ વિસ્તારની સોસાયટીઓમાં જવાના પ્રવેશ સમા માર્ગ પર જ ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયા છે. જેને કારણે આ વિસ્તારની સોસાયટીઓના રહીશોને પોતાના કામથી નીકળવું પણ અત્યારે ભારે પડી રહ્યું છે. મુખ્ય કારણ જોવા જઈએ તો આ મુખ્ય હાઇવે પર વરસાદ પાણીની લાઈનમાં ગેરકાયદેસર ગટરોના જોડાણ થઈ જતા વરસાદી પાણી નીકળી શકતું નથી અને આખરે પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકોએ હેરાન થવું પડે છે. આ મુદ્દે અવારનવાર અધિકારીઓને નેતાઓને રજૂઆત કરવા છતાં પ્રશ્નનું નિરાકરણ થતું જ નથી. મહેસાણામાં ચાર ઇંચ વરસાદ સાથે સમગ્ર જિલ્લામાં બેથી ત્રણ ઇંચ અલગ અલગ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.