ગુજરાતમાં આજથી ચોમાસાનો પ્રારંભ, દક્ષિણ ગુજરાતથી મેઘરાજા કરી પધરામણી - Gujarat Weather News
Published : Jun 11, 2024, 8:05 PM IST
અમદાવાદઃ આજથી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના નવસારીથી મેઘરાજાએ રાજ્યમાં એન્ટ્રી કરી છે. આજથી રાજ્યમાં તાપમાન ઘટવાની થશે શરૂવાત આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ જેમાં 12 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. જ્યારે 13 જૂનના રોજ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ,દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15 જૂને સુરત, ડાંગ ,નવસારી ,વલસાડ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી, 16 જુને નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.