અમિત શાહનો કલોલમાં ભવ્ય રોડ શો, ગાંધીનગર લોકસભા બેઠકના વિકાસના કામો ગણાવતાં એમએલએ બકાજી ઠાકોર - Amit Shah Road Show in Kalol - AMIT SHAH ROAD SHOW IN KALOL
Published : Apr 19, 2024, 11:02 AM IST
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર ખૂબ જ સક્રિય દેખાઇ રહ્યાં હતાં. તેમને અમિત શાહે પોતાના રથમાં સાથે રાખ્યા હતાં. ઈટીવી બકાજી ઠાકોર સાથે આ સમયે વાતચીત કરી હતી. આ ચૂંટણીમાં કલોલમાં કેવો માહોલ છે તે વિશે જણાવતાં બકાજીએ કહ્યું હતું કે આ વખતે ગાંધીનગર લોકસભામાં કલોલ વિધાનસભામાં નાગરિકો અને ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમિત શાહે ગાંધીનગર લોકસભામાં 23 હજાર કરોડના કામ કર્યા છે. બકલોલમાં 3,000 કરોડના કામ કર્યા છે. આ વખતે કલોલ વિધાનસભામાંથી અમિત શાહને 1,11,000 ની લીડ અપાવી ફરીથી દિલ્હી મોકલીશું. અમિત શાહે થોડા સમય ખાખરીયા ટપવાનો ચાર માર્ગે રોડનું પડતર માંગણી પૂર્ણ કરી છે સાણંદ સુધી 26 કિલોમીટરનો રોડ 182 કરોડના ખર્ચે બનશે.