ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં સતત પાણી આવક, બે હાઈડ્રો ખોલી તાપી નદીમાં પાણી છોડાયું - Ukai Dam water level Increase - UKAI DAM WATER LEVEL INCREASE
Published : Aug 5, 2024, 10:24 PM IST
|Updated : Aug 5, 2024, 10:30 PM IST
તાપી: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસ એટલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને પગલે સતત પાણીની આવક થતા ઉકાઈ ડેમની જળસપાટીમાં દિન પ્રતિદિન આવકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડેમના ઉપરવાસમાંથી હાલ 69,521 ક્યુસેક પાણી આવક નોંધાયુ છે. તેમજ ડેમની જળસપાટી 333.01 ફૂટ પહોંચી ગઈ છે. ડેમના સત્તાધિશો દ્વારા ડેમનું રુલ લેવલ વ્યવસ્થિત રાખવા ડેમના બે હાઇડ્રો ખોલી 11,840 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની રૂલ લેવલ 335 ફૂટ જ્યારે ડેમની ભયજનક જળસપાટી 345 ફૂટ પહોંચી ગઈ છે. ડેમના સત્તાધિશોએ જણાવ્યું હતું કે, ચાલુ મહિનો અને સપ્ટેમ્બર મહિનામાં પણ નવા નીરની આવક નોંધાશે તેથી હાલ ડેમનું રૂલ લેવલ મેનટેન કરવામાં આવી રહ્યું છે.