ઉમરપાડાના દીવતન ગામે વરસેલા વરસાદને લીધે દેવઘાટ ધોધમાં નવા નીરની આવક - NEW WATER FLOWS INTO DEVGHAT FALLS - NEW WATER FLOWS INTO DEVGHAT FALLS
Published : Jul 16, 2024, 7:18 PM IST
સુરત: જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગતરોજ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. માત્ર 4 કલાકમાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઇને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસેલા ભારે વરસાદને લઈને નદી નાળાઓ છલકાઈ ગયા હતા. ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. જેને લઇને નદી પર બાંધવામાં આવેલા બ્રિજો પાણીમાં ગરકાવ થઈ જતાં એક ગામથી બીજા ગામોના સીધા સંપર્ક તૂટી ગયા હતા. ત્યારે મેઘરાજાની સવારીને લઇને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના દીવતન ગામ ખાતે આવેલા દેવઘાટ ધોધમાં નવા નીરની આવક થતાં ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. ધોધનો નજારો જોવા આસપાસ ગામના લોકો પહોંચ્યા હતા. લોકોએ કુદરતના અદભુત નજારાને કેમેરામાં કેદ કર્યો હતો અને લોકોએ વરસાદી માહોલનો આનંદ માણ્યો હતો.