Sudarshan Bridge: દ્વારકાના સુદર્શન સેતુનો મનમોહક ડ્રોન વીડિયો જૂઓ - PM Modi
Published : Feb 23, 2024, 6:41 PM IST
|Updated : Feb 25, 2024, 7:08 AM IST
દેવભૂમિ દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુલ રુપિયા 962 કરોડના ખર્ચે તૈયાર થયેલા સુદર્શન સેતુનું લોકાર્પણ રવિવારે કરવાના છે. આ બ્રિજનું અગાઉ નામ સિગ્નેચર બ્રિજ હતું. જે એક વિદેશી દારુના નામ પર હોવાથી તેનું નામ બદલીને સુદર્શન સેતુ કરાયું છે. આ ઐતિહાસિક પુલ કૃષ્ણની સ્મૃતિમાં હોવાથી તેનું નામ બદલવા માટે વારંવાર રજૂઆતો અને માંગણીઓ પણ થઈ હતી. જે અનુસંધાને તંત્ર દ્વારા સુદર્શન સેતુ નામ કરવામાં આવ્યું છે. સુદર્શન ભગવાન વિષ્ણુ-શ્રી કૃષ્ણનું હથિયાર ગણાય છે. તેમજ સુદર્શન નામથી શ્રીકૃષ્ણની યાદ તાજી થાય છે. તેથી આ બ્રિજનું નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યું છે. સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન સેતુ કરવામાં આવતા ભકતો અને નાગરિકોમાં ઉત્સાહ ફેલાઈ ગયો છે. આ પુલ પર શ્રીકૃષ્ણના સ્મૃતિ ચિત્રો અને મોરપીંછ રાખવામાં આવેલા છે. દ્વારકાની શાન સમાન સુદર્શન બ્રિજનો ડ્રોન વીડિયો જૂઓ.