દિલ્હીમાં CM પદે આતિશીનો શપથ ગ્રહણ સમારોહ LIVE - delhi new cm atishi oath ceremony - DELHI NEW CM ATISHI OATH CEREMONY
Published : Sep 21, 2024, 4:35 PM IST
|Updated : Sep 21, 2024, 5:14 PM IST
નવી દિલ્હી: આજે આમ આદમી પાર્ટીના નેતા આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યાં છે. આ દરમિયાન તેમની સાથે પાંચ મંત્રીઓ પણ શપથ લઈ રહ્યા છે. દિલ્હીના રાજભવનમાં આ શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે, આતિશી માર્લેના સહિત 5 ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લઈ રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, સુલતાનપુર માજરાથી ધારાસભ્ય મુકેશ અહલાવતને નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગત મંગળવારના રોજ અરવિંદ કેજરીવાલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મુખ્યમંત્રી પદ પરથી પોતાનું અને કેબિનેટનું રાજીનામું સોંપ્યું હતું. કેજરીવાલે સબમિટ કરેલું રાજીનામું બુધવારના રોજ લેફ્ટનન્ટ ગવર્નરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું હતું.
Last Updated : Sep 21, 2024, 5:14 PM IST