હૈદરાબાદ: તેલંગાણા થોડા સમય પહેલા 30 વર્ષની મહિલાની અડધી સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. તેલંગાણા પોલીસે હવે જણાવ્યું છે કે, મહિલાની હત્યાના કેસમાં તેમણે 47 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી છે. મર્ડર મિસ્ટ્રીનો આ કેસ ઉકેલવામાં પોલીસ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ખૂબ જ મદદરૂપ થઈ હતી, જેના કારણે તેઓ શંકાસ્પદ સુધી પહોંચી શક્યા. હકીકતમાં શંકાસ્પદ આરોપીએ મુનીરાબાદમાં મેડિકલ સ્ટોરમાંથી કોન્ડમ ખરીદ્યો હતો. આ માટે તેણે UPI એપથી પેમેન્ટ કર્યું હતું. ટ્રાન્ઝેક્શનના સમયના આધારે પોલીસે શંકાસ્પદને ઝડપી લીધો હતો. રવિવારે આરોપીને પોલીસે પકડી લીધો હતો અને સોમવારે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
મહિલાની સળગાવેલી લાશ મળી હતી
કેસ કેવી રીતે ઉકેલાયો તે અંગેની માહિતી મીડિયા સમક્ષ આપતા મેડચલના DCP એન. કોટી રેડ્ડીએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ વ્યક્તિની ઓળખ શેખ ઈમામ તરીકે થઈ છે, જે માજીપુર ગામનો જ વતની છે. 24 જન્યુઆરીએ મેડચલ પોલીસને રિંગ રોડ પર મહિલાની અડધી સળગેલી હાલતમાં લાશ મળી હોવાની માહિતી મળી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મહિલાને સળગાવવામાં આવી તે પહેલા તેનું માથા પર વાર કરવામાં આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
મહિલાના હાથ પરના ટૈટૂથી તેની ઓળખ થઈ
તપાસ સાથે જોડાયેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "અમે મૃતકની ઓળખ કરી શક્યા નથી, કારણ કે ક્રૂર હુમલામાં તેનો ચહેરો વિકૃત થઈ ગયો હતો. અમને તેના બંને હાથમાં બે નામના ટેટૂ મળી આવ્યા હતા. તે અંગ્રેજી અને તેલુગુમાં હતા. આનાથી અમને મહિલાની ઓળખ કરવામાં મદદ મળી." તેના ફોટાના આધારે, પોલીસ નિઝામાબાદમાં પરિવારના સભ્યો સુધી પહોંચવામાં સફળ રહી અને તેઓએ તેની પણ ઓળખ કરી.
CCTV ફૂટેજ ખંગાળતા મળ્યો સુરાગ
પોલીસે જણાવ્યું હતું કે, મહિલા કુશૈગુડામાં થોડા સમય માટે એકલી રહેતી હતી. તેણે ઝઘડાને પગલે તેના પતિને છોડી દીધો હતો. તે વિસ્તારમાં ઘરકામ કરીને આજીવિકા મેળવતી હતી. પોલીસ માટે તેની ઓળખ નિર્ણાયક હતી. બાદમાં તેમણે આસપાસના વિસ્તારોમાંથી સીસીટીવી ફૂટેજ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું જ્યાં તે છેલ્લે જોવામાં આવી હતી.
આરોપીએ મેડિકલમાં કોન્ડમ ખરીદ્યો અને પકડાયો
પોલીસે જાણવા મળ્યું કે, જે દિવસે મહિલાની હત્યા કરવામાં આવી હતી, તે દિવસે તે મેડચલ માટે બસની રાહ જોતી હતી. તે ઈમામ સાથે વાતચીત કરતી જોવા મળી હતી. શંકાસ્પદને નજીકમાં આવેલી દવાની દુકાનમાં જતો જોવા મળ્યો હતો. તે તેની બાઇક પર મહિલાને લઈ ગયો તે પહેલા તે તેના UPI નો ઉપયોગ કરીને કંઈક ખરીદતો અને તેના માટે ચૂકવણી કરતો જોવા મળ્યો હતો. અધિકારીએ ઉમેર્યું, "આ ઇનપુટ્સના આધારે, અમે શંકાસ્પદને ટ્રેક કરવામાં સફળ થયા અને તેની ધરપકડ કરી."
તપાસમાં જાણવા મળ્યું છે કે ઈમામે મૃતકને ફોસલાવીને સુમસાન સ્થળ પર લઈ ગયો હતો જ્યાં તેણે કથિત રીતે મહિલાને ઢોર માર મારીને હત્યા કરી નાખી અને પછી તેને સળગાવી દીધી હતી.
આ પણ વાંચો: