સાબરકાંઠા લોકસભા બેઠકની કાલથી મતગણતરી યોજાશે, 2 હજાર કર્મચારીઓ કરશે કામગીરી - lok sabha election result 2024 - LOK SABHA ELECTION RESULT 2024
Published : Jun 3, 2024, 4:46 PM IST
સાબરકાંઠા: સમગ્ર ભારત વર્ષમાં આવતીકાલે લોકસભા બેઠકની મતગણતરી હાથ ધરાનાર છે ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકની મત ગણતરી હિંમતનગર સરકારી પોલીટેકનિક કોલેજ યોજાશે જેમાં ૨ હજારથી વધારે કર્મચારી ખડેપગે ફરજ બજાવશે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ગત 7 મેના રોજ મતદાન યોજાયું હતુ.
કાલથી મત ગણતરી કરવામાં આવશે: આવતીકાલે હિંમતનગરની સરકારી પોલીટેકનિક કોલેજમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે. જોકે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 2326 મતદાન મથકોના EVMના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે તેમજ લાખથી વધારે મતોની ગણતરી માટે 2 હજારથી વધારેનો સ્ટાફ ફરજ પર હાજર રહેશે સાથોસાથ થ્રી લોઅર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મત ગણતરી કેન્દ્ર પર મોબાઇલની પાબંધી: મત ગણતરી કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા માટે કડક પાબંદી લગાવવામાં આવી છે તેમજ ન્યુ એકેડેમિક બિલ્ડીંગના 9 રૂમમાં 14 ટેબલો પર મત ગણતરી હાથ ધરવામાં આવશે. કોલેજ આગળના રોડ પર બંને બાજુ 100 મીટર ત્રિજ્યામાં મોબાઈલ સહિત આધુનિક સંદેશા વ્યવહારના સાધનો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મત ગણતરી કેન્દ્ર પર ઉમેદવારના ચૂંટણી એજન્ટ, મત ગણતરી એજન્ટ, કામગીરી સાથે સંકળાયેલ અધિકારી, કર્મચારી સિવાયની વ્યક્તિને પ્રવેશ અપાશે નહી. આવતી કાલ મત ગણતરી બાદ જ ખબર પડશે કે, ભાજપ અને કોંગ્રેસનો કયો ઉમેદવાર મેદાન મારે છે.