NEET કૌભાંડ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સરકારને ઘેરી... - Congress state president Shaktisinh - CONGRESS STATE PRESIDENT SHAKTISINH
Published : Jun 29, 2024, 6:54 PM IST
હૈદરાબાદ: NEET પરીક્ષા અંગે અવારનવાર ખુલાસા થઈ રહ્યા છે, એવામાં આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, "સરકારે કહ્યું કે NEET ની પરીક્ષામાં કોઈ કૌભાંડ નથી થયું પેપર લીંક થયું નથી. ભારત સરકારનાં મંત્રીએ કહ્યું કે બધુ ઓકે છે. ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસે એફીડેવીટ કર્યું છે કે કેવું આ સ્કેમ હતું. તેમજ તપાસ દરમ્યાન કરોડો રૂપિયા અને ઘણા બધા બ્લેન્ક ચેક પણ મળ્યા છે. એ બધા પરીક્ષાર્થીઓનાં માતા-પિતા તરફથી જેઓએ NEET ની પરીક્ષા આપી છે.
NEET પેપર લીક કેસમાં તેમણે ખુલાસો કરતાં 2 આરોપીઓના નામ જાહેર કર્યા જેમાં પહેલો આરોપી જય જલારામ સ્કૂલમાં ભણાવતો "તુષાર રજનીકાંત ભટ્ટ" છે જેને NEET ના ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડેન્ટ હતા. બીજો આરોપી છે "પુરુષોત્તમ મહાવીર પ્રસાદ" તેઓ NEET પરીક્ષા માટે શહેર સંયોજક છે અને જય જલારામ શાળાના આચાર્ય છે. તેમનું કામ એક બોક્સમાં પેપર સીલ કરવાનું અને પરીક્ષા પૂરી થયા પછી તરત જ તેને કુરિયર કરવાનું હતું. પરંતુ પરીક્ષા પૂરી થયા બાદ તેઓએ બોક્સ ખોલીને પેપર પર સાચા જવાબો પર ટીક કરી અને પછી બોક્સ મોકલી દીધા. આ કેસમાં વધુ પરશુરામ, વિનોદ આનંદ, આરીફ વહોરા સહિત ત્રણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમનું કામ વિદ્યાર્થીઓના પરિવાર પાસેથી પૈસા લેવાનું હતું.