ETV Bharat / state

સ્ટોક માર્કેટમાં ઊંચું વળતર મેળવવાની લાલચે આપ્યો મોટો ફટકો, ફરયાદી બની 19.44 લાખની છેતરપિંડીનો શિકાર - STOCK MARKET FRAUD

ફરિયાદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક જાહેરાત જોઇ હતી. જેમાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી વધુ નફો મળે તેવું દર્શાવાયું હતું.

સ્ટોક માર્કેટમાં ઊંચું વળતર મેળવવાની લાલચે આપ્યો મોટો ફટકો,
સ્ટોક માર્કેટમાં ઊંચું વળતર મેળવવાની લાલચે આપ્યો મોટો ફટકો, (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2025, 12:48 PM IST

રાજકોટ: જિલ્લામાં શેરબજારમાં ઉચું વળતરની લાલચ આપી રૂપિયા 17.44 લાખની છેતરપિંડીના કેસમાં વલસાડના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસેની રૂક્ષ્મણી હાઇટ્સમાં રહેતા નિશાબેન પેઢડિયાએ ઠગાઈ અંગેની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઓનલાઇન સ્ટોક માર્કેટ શીખવાનું ગ્રુપ: ફરિયાદી નિશાબેને ફરિયાદ અનુસાર, 26 ફેબ્રુઆરી 2024ના તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક જાહેરાત જોઇ હતી. જેમાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી વધુ નફો મળે તેવું દર્શાવાયું હતું. નિશાબેને તેમાં દર્શાવેલી લિંક ઓપન કરતાં તેમાં ઓનલાઇન સ્ટોક માર્કેટ શીખવા માટેનું ગ્રૂપ હતું. નિશાબેન આ ગ્રૂપમાં જોડાઈ ગયા. રોજ સાંજે એક કલાક ઓનલાઇન સ્ટોક માર્કેટ અંગેનું શિક્ષણ અપાતું હતું.

આરોપી હરિશ વેલજી ભાનુશાળી
આરોપી હરિશ વેલજી ભાનુશાળી (Etv Bharat Gujarat)

કટકે કટકે 19.44 લાખ ગુમાવ્યા: 6 મે થી 29 મે 2024 સુધી અલગ અલગ ટિપ્સના ઉપયોગથી નિશાબેને રૂપિયા 50 હજાર, રૂપિયા 39 હજાર, રૂપિયા 4.55 લાખ, રૂપિયા 1 લાખના શેર ખરીદી કર્યા હતા. આ ઉપરાંત સાઇટ પર તેમને સારો નફો પણ બતાવવામાં આવતો હતો. 29 મે 2024 ના રોજ નિશાબેનને મેસેજ આવ્યો હતો કે, એક કંપનીનો IPO તેમને લાગ્યો છે, તેના રૂપિયા ઓનલાઇન ભરવા પડશે નહીંતર તમારા વિરુદ્ધ લીગલ પ્રોસેસ થશે. જેથી નિશાબેને રૂપિયા 10.50 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. આમ, નિશાબેને કટકે કટકે રોકાણમાં રૂપિયા 19.44 લાખ ગુમાવ્યા હતા.

રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા થઈ: આ અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ (Cyber ​​Crime Police) સ્ટેશનના PI આર.જી. પઢિયારે જણાવ્યું હતું કે, ભોગ બનનાર નિશાબેનના ખાતામાંથી જે રકમ ટ્રાન્સફર થઈ હતી તે અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા થઈ હતી. જેમાં SBI એક એકાઉન્ટ ઉદવાડાના હરિશ વેલજી ભાનુશાળીનું હતું. આ એકાઉન્ટની તપાસ કરતાં નિશાબેને ગુમાવેલા રૂપિયા 17.44 લાખમાંથી રૂપિયા 10.50 લાખ હરિશ ભાનુશાળીના ખાતામાં જમા થયા હતા.

માસ્ટર માઈન્ડ મુંબઈનો શખ્સ: એકાઉન્ટ અંગેની માહિતી સ્પષ્ટ થતાં જ હરિશની ધરપકડ કરવામાં આવી હતી. હરિશે કબૂલાત આપી હતી કે, મુંબઈના એક શખ્સનો પરિચય થયા બાદ તે મુંબઇ ગયો હતો અને ત્યાંથી તેને આવા કામ માટે ફર્નિચર સહિતની એક દુકાન ભાડે આપવામાં આવી હતી. તે દુકાનમાં બેસી પોતે લોકોના બેંક એકાઉન્ટ ભાડે મેળવવા, ખરીદવા સહિતની કામગીરી કરતો હતો. ગઠિયાઓએ માસિક પગાર ચૂકવવાની પણ લાલચ આપી હતી. પોલીસે છેતરપિંડીના માસ્ટર માઈન્ડ મુંબઇના શખ્સની શોધખોળ શરૂ કરી છે.

અન્ય રાજયોમાં 15 થી વધુ સાયબર ફ્રોડ: વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, અન્ય રાજયોમાં થયેલી 15 થી વધુ સાયબર ફ્રોડ (Cyber ​​fraud) ની અરજીમાં પણ આ જ આરોપીના બેન્ક ખાતાનો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત ગત માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન આરોપીના બેન્ક ખાતામાં રૂપિયા 61 લાખના ટ્રાન્ઝેકશન પણ થયા હતા. આ સ્થિતિમાં મુખ્ય આરોપી સાથે બીજા કયા-કયા આરોપીઓ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. સાથે સાથે હરીશ વિરુદ્ધ લીલીયા પોલીસ મથકમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને નિગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ (Betrayal, Fraud and Negotiable Instruments Act) હેઠળ કેસ નોંધાયો છે.

આ પણ વાંચો:

  1. ખેડાના ગામનો વિચિત્ર બનાવ! ખાતેદારોના એકાઉન્ટ ધડાધડ ખાલી થઈ રહ્યા છે, બેંકે શું જવાબ આપ્યો?
  2. કડીમાં કરોડોની ઠગાઈ: આરોપી શિક્ષક દંપતીની મિલકતની તપાસ કરાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.