અમદાવાદ: પ્રથમ બેઠકની શરૂઆત સારંગીના મધુર સુર સાથે થઇ હતી, જાણે જંગલની શાંતિમાં ધીમા ધીમા પવનની ઠંડી ઠંડી લહેરો શરીરને સ્પર્શતી હોય તેવી જ રીતે દિલશાદ ખાનની સરાંગીના સુર હદય અને મસ્તિશ સુધી પહોંચતા હતા તેમની સાથે પદ્મ વિભૂષણ તબલા ઉસ્તાદ ઝાકીર હુસૈનના ભાઇ અને ખુદ પણ જાણીતા તબલા વાદક ફઝલ કુરેશી તાલ અને લય આપતા હતા સાથે -સાથે શ્રીધર પાર્થસારથી દ્વારા મૃદંગમ અને નવીન શર્મા દ્વારા ઢોલક પર સંગીત આપવામાં આવ્યું હતું.
ફઝલ કુરેશી એ તબલા ઉસ્તાદ ઝાકીર હુસૈનના ભાઈ: આપને જણાવી દઈએ કે, ફઝલ કુરેશી એ તબલા ઉસ્તાદ ઝાકીર હુસૈનના ભાઈ છે, તેઓ મહાન સ્વર્ગસ્થ તબલા ઉસ્તાદ અલ્લાહ રખાના માર્ગદર્શન હેઠળ તબલાના પંજાબ ઘરાનાના એક મશાલ વાહક બન્યા છે. તેમણે તબલા વાદનની એક અનોખી શૈલી વિકસાવી છે જે તેની લય, વૈવિધ્યતા અને વક્તૃત્વ માટે જાણીતી છે, ત્યારે મૃદંગમ પર સંગીત આપનાર શ્રીધર પાર્થસારથી અને ઢોલક પર નવીન શર્મા દ્વારા સંગીત આપવામાં આવ્યું હતું.
બીજી બેઠકમાં: શાસ્ત્રિય સંગીત ગાયક હરીશ તિવારી દ્વારા શાસ્ત્રિય ગાયન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું તેમણે ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે તેઓ કોઇ સંગીતના બેકગ્રાઉન્ડ માંથી નથી આવતા, તેમને શોખ હતો અને સંગીત પ્રત્યે સમર્પણ હતું તેથી તેમણે યુપીના દેવરિયામાં ઠાકુર ચૌબે, બનારસમાં અજય ભટ્ટાચાર્ય અને આચાર્ય નંદનજી તેમજ કુંદન લાલ શર્મા પાસેથી મેળવી હતી. તેમણે પ્રખ્યાત ગાયક ભીમસેન જોશીના માર્ગદર્શન હેઠળ ગુરુ-શિષ્ય પરંપરામાં કિરાણા ઘરાનાની ખયાલ પરંપરાનો અભ્યાસ કર્યો. તેમની સાથે તબલા પર વિનોદ લેલે અને હારમોનિયમ પર મિલિંદ કુલકર્ણી દ્વારા સંગીત આપવામાં આવ્યું હતું.
ત્રીજી બેઠકમાં: રોનુ મજુમદાર દ્વારા વાંસળીવાદન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેમની સાથે જયંતિ કુમારેશ ડ્યુટ અને તબલા પર અનુબ્રતા ચેટર્જી તેમજ મૃદંગમ પર જયચંદ્ર રાવ દ્વારા સંગીત આપવામાં આવ્યું હતું.
Etv ભારત સાથે વાત કરતા રોનુ મજુમદારે જણાવ્યું હતું કે, તેમની એક રચનાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે નોંધાવવામાં આવી છે. તેમના વિશે જો વાત કરવામાં આવે તો તેમને પિતાએ વાંસળી વગાડવાનું શીખવ્યું હતું, જેઓ પોતે તેને એક શોખ તરીકે વગાડતા હતા. બાદમાં તે સર્વકાલીન સર્વશ્રેષ્ઠ વાંસળી વાદક વિજય રાઘવ રાવ જીના શિષ્ય બન્યા. જયપુરના લક્ષ્મણ પ્રસાદ દ્વારા તેમને ગાયન શીખવવામાં આવ્યું હતું. 1980માં તેઓ સિતારવાદક રવિશંકરને મળ્યા. તેઓ તેમના ઓર્કેસ્ટ્રા અને લોકપ્રિય આલ્બમનો ભાગ બન્યા, ત્યારથી તેણે સિતારવાદક રવિશંકર પાસેથી પણ શીખવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો: