ETV Bharat / business

લેખિત પરીક્ષા વગર ESIC ની આ નોકરીમાં જાણો કેટલો મળશે પગાર, કોણ ભરી શકે ફોર્મ, જાણો - ESIC RECRUITMENT 2025

નોકરીની શોધમાં ફરી રહેલા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે.

સરકારી નોકરી ESIC ભરતી 2025
સરકારી નોકરી ESIC ભરતી 2025 (canva)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2025, 2:06 PM IST

હૈદરાબાદ: કર્મચારી રાજ્ય વીમા નિગમ (Employees' State Insurance Corporation) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આમ હવે નોકરીની શોધમાં ફરી રહેલા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. આમ, જેમના પાસે આ નોકરીને આવશ્યક લાયકાત હશે તે આ જગ્યા માટે ESIC ની વેબસાઇટ esic.gov.in પર જઈને અરજી કરી શકે છે, ઉપરાંત અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તો ચાલો જાણીએ ESIC એ કઈ જગ્યા માટે ભરતી બહાર પાડી છે, કોણ એપ્લાય કરી શકે છે, શું છે ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા.

સરકારી નોકરી ESIC ભરતી 2025:

ESIC ની આ ભરતીમાં મધ્યમથી સ્પેશિયાલિસ્ટ પદની જગ્યા પર ભરતી થશે. જો તમે આ પદ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો 22 જાન્યુઆરી પહેલા ફોર્મ ભરી દેજો.

ESIC ભરતીની વય મર્યાદા:

ESIC ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ વયમર્યાદા ઇન્ટરવ્યુની તારીખે 67 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે નિયમો હેઠળ આ વય મર્યાદા માટે છૂટછાટ આપવામાં આવશે.

પગાર કેટલો રહેશે:

રેગ્યુલર સ્પેસિયાલિસ્ટનો પગાર દર મહિને રૂપિયા 1,31,000 રહેશે.
પાર્ટ ટાઈમ સ્પેસિયાલિસ્ટનો પગાર દર મહિને રૂપિયા 60,000 રહેશે. જેમાં તે અઠવાડિયામાં 16 કલાકથી વધુ કામ કરતો હોવો જોઈએ. એટલે કે રૂપિયા 800/કલાક.

ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા વિશે થોડું જાણો:

ESIC ભરતી 2025 માં ઉમેદવારની પસંદગી વોક ઇન ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. પસંદગીની પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવારે નિર્ધારિત તારીખ, સમય, અને જગ્યા પર હાજર રહેવું પડશે.

વોક ઇન ઇન્ટરવ્યુનું સ્થળ અને સમય:

  • સ્થળ: તબીબી અધિક્ષકનું કાર્યાલય, ESIC હોસ્પિટલ, વન્નારપેટ્ટાઈ, તિરુનેલવેલી
  • તારીખ: 22 જાન્યુઆરી 2025
  • સમય: સવારે 9:00 થી 10:30 સુધી

કેવી રીતે કરશો અરજી:

ઉમેદવારો ESICની ઓફિશિયલ વેબસાઇટ પર આ ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. ESICની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ત્યાં આપેલ ફોર્મેટ અનુસાર અરજી માટેનું ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત ઉમેદવારે નીચે દર્શાવેલ દસ્તાવેજો સાથે અરજી ફોર્મની નકલ સાથે રાખવી આવશ્યક છે.

જરૂરી દસ્તાવેજો:

  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા
  • જન્મ તારીખનો પુરાવો (SSLC/મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર અથવા સમકક્ષ)
  • શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર (MBBS, ડિપ્લોમા/ડિગ્રી)
  • મેડિકલ કાઉન્સિલ તરફથી નોંધણી પ્રમાણપત્ર
  • કાસ્ટ પ્રમાણ પત્ર (જો લાગુ હોય તો)
  • અનુભવ પ્રમાણપત્ર

આ પણ વાંચો:

  1. બેંક કર્મચારીઓ 2 દિવસની દેશવ્યાપી હડતાળ પર ઉતરશે! ફટાફટ પતાવી લો તમારા કામ
  2. રોજના 100 રૂપિયાની બચત કરીને, મેળવો લાખોનું ફંડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.