ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી સેલ ચેરમેન પવન ખેરા અમદાવાદમાં, ભાજપ સામે કર્યાં તીખા શબ્દ પ્રહાર - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 30, 2024, 4:16 PM IST

અમદાવાદ : કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરા દ્વારા અમદાવાદમાં માધ્યમો સાથે મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમણે ભાજપ પર પ્રહારો કર્યાં હતાં. તેમણે કહ્યું કે ગુજરાત ન્યાયની લડાઈમાં આગળ રહ્યું. એક સમાજથી મોટા પરસોત્તમ રૂપાલા થઈ ગયા છે. ગુજરાતને પોતાની રીતે અહંકાર તોડતા આવડે છે.10 વર્ષ સત્તાનો રિપોર્ટ કાર્ડ આપવાની જગ્યાએ વિવાદ કરી રહ્યા છે. કામ નથી કર્યું, રિપોર્ટ કાર્ડના નામે કશું જ નથી. લોકોની અંદર ગુસ્સો, ડર પેદા કરવામાં આવે છે. કોંગ્રેસે ભારત જોડો યાત્રા દોઢ વર્ષ પહેલાં કાઢી હતી. લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન રાહુલ ગાંધીએ કર્યો હતો. રાહુલ ગાંધી 4000 કિમી પદયાત્રા ચાલુ દેશના લોકો સમસ્યા જાણી હતી. ત્યાર બાદ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી. ભારત જોડો ન્યાય યાત્રા બાદ કોંગ્રેસે 5 ન્યાયપત્ર કાઢ્યાં. આ ન્યાયપત્રનો શ્રેય ગુજરાતને જાય છે. દેશમાં 1 દિવસ 30 ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે. મહિલા દેશમાં અસુરક્ષિત જોવા મળી રહી છે. સાહેબને ખબર પડી છે કે હવે મુશ્કેલ છે. યુવાઓ, ખેડૂત, મહિલાઓ, આદિવાસીને સમજવા એ નેતાનો ગુણ હોય. રાહુલ ગાંધીની યાત્રાની પ્રેરણા ગુજરાતથી લીધી. ડિસેમ્બર 2023 માં ભાજપના નેતા અમિત શાહને પત્ર લખે છે કે એક પાર્ટી સાથે ગઠબંધન ન કરતા. ગઠબંધન કરીને તેમનો પ્રચાર પણ કર્યો અને સારી વાતો કહી જેમના પર ગંભીર આરોપ છે તેમના માટે પ્રચાર કર્યો. ખબર હતી તેમ છતાં કેમ એક મંચ પર બેઠા અને ખબર હતી તો ત્યાં ઉભુ પણ ન રહેવું જોઈએ આજે આખા દેશમાં અમારા ન્યાય પત્રની વાત કરવામાં આવે છે. 272 સીટો આવી તો પેટ્રોલના ભાવ વધાર્યા, હવે 400 પારની વાત કરે છે તો ભાવ કયા પહોંચશે. 400 બેઠક આપો તો બંધારણ બદલવાની વાત કરે છે. બંધારણ પર સંકટ આવ્યું તો બધાં જેલમાં હશે.

  1. મહિલા સશક્તિકરણના મુદ્દે ભાજપે કોંગ્રેસ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી, અમી યાજ્ઞિકનો પડકાર - Lok Sabha Election 2024
  2. જેલમાં જવાની બીક નથી તે લડે છે અને જેલમાં જવાની બીક છે તે ભાજપમાં જાય છે, જગદીશ ઠાકોરનો આક્ષેપ - Patan Lok Sabha Seat

ABOUT THE AUTHOR

...view details