રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલાએ આપ્યું નિવેદન, નેતાઓની સંપતિની તપાસ થવી જોઇએ - rajkot fire incident
Published : Jul 3, 2024, 11:50 AM IST
રાજકોટ: TRP ગેમ ઝોન અગ્નિ કાંડમાં 28 થી વધારે લોકોના મોત થયા હતા તેમના પરિવારજનો એ સરકારને આરોપીઓને યોગ્ય સજા થાય માટે સરકાર સમક્ષ માંગ કરી હતી. જેમાથી ઘણા લોકો અને અધિકારીઓને જેલ ભેગા કરાયા છે. પરંતુ ઘણા અપરાધીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે. ત્યારે અગ્નિકાંડ માંમલે કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. સમગ્ર મામલે ભાજપના પદાધિકારીઓનું નામ સામે આવી રહ્યું છે. તે મામલે સરકારે તપાસ કરવી જોઈએ. જે પણ ભાજપના પદાધિકારીઓના નામ સામે આવ્યા છે, તે અંગે રાજ્ય સરકાર સંપૂર્ણ તપાસ કરે,આવું નિવેદન આપ્યું છે ઉપરાંત મનસુખ સાગઠીયા આટલો બધો અમીર કેવી રીતે બન્યો અને ભાજપના નેતાઓ કેટલા અમીર હશે, ઉપરાંત ભાજપ સાથે ઘરોબો રાખનાર ભાજપના નેતાઓની સંપતિની તપાસ થવી જોઇએ અને સત્ય શું છે તે બહાર આવવું જોઇએ.