ગુજરાત

gujarat

ETV Bharat / videos

LIVE લોકસભાનું બજેટ સત્ર , નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યાં છે બજેટ - Budget 2024 Live Updates - BUDGET 2024 LIVE UPDATES

By ETV Bharat Gujarati Team

Published : Jul 23, 2024, 11:09 AM IST

Updated : Jul 23, 2024, 12:38 PM IST

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ (બજેટ 2024) રજૂ કરી રહ્યાં છે. નાણાપ્રધાન તરીકે આ તેમનું સાતમું બજેટ છે. લોકોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. પગારદાર વર્ગને ટેક્સ સ્લેબમાં મોટી રાહતની અપેક્ષા છે. વેપારી વર્ગને પણ મોટી જાહેરાતની અપેક્ષા છે. ખેડૂતોથી લઈને કર્મચારીઓ, યુવાનો, મહિલાઓ અને નાના રોકાણકારો બજેટમાં કેટલીક વિશેષ જાહેરાતોની રાહ જોઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, નાણામંત્રી સવારે 8.40 વાગ્યે તેમના ઘરેથી નીકળ્યા હતાં અને નાણા મંત્રાલય પહોંચ્યાં હતાં સવારે 9 વાગે નાણામંત્રીએ બજેટ મેકિંગ મિનિસ્ટ્રીની ટીમ સાથે ફોટો સેશનમાં ભાગ લીધો હતો ત્યાર બાદ નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી લેવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતાં અને સવારે 10 વાગ્યે નાણામંત્રી અને નાણા રાજ્ય મંત્રી બજેટ સાથે સંસદમાં પ્રવેશ કર્યો હતો અને અહીં બીજા ફોટો સેશનમાં ભાગ લીધો હતો.
Last Updated : Jul 23, 2024, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details