નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હરીફાઈને લઈને ભારતીય ચાહકો હંમેશા ઉત્સાહિત હોય છે. આ બંને કટ્ટર હરીફ વચ્ચેની આગામી મેચની તારીખ જાહેર કરવામાં આવી છે.
13 જાન્યુઆરીએ યોજાશે ભારત-પાકિસ્તાનની મેચ:
ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (KKFI) એ બુધવારે જાહેરાત કરી છે કે, ખો-ખો વર્લ્ડ કપ 2025 નવી દિલ્હીમાં 13 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આયોજકોએ એવી પણ જાહેરાત કરી છે કે, ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ યજમાન ભારત અને પાકિસ્તાન વચ્ચે 13 જાન્યુઆરીએ રમાશે.
The stage is set. After the grand opening ceremony, get ready for the clash of the titans as India's Men's Kho Kho team face Pakistan's team on Jan 13th. Don't miss the most awaited match of the season. https://t.co/DMRS2yCTtM
— Kho Kho World Cup India 2025 (@Kkwcindia) December 18, 2024
ખો-ખો વર્લ્ડ કપમાં 24 દેશો ભાગ લેશે:
આ ખો-ખો વર્લ્ડ કપ એક સપ્તાહ સુધી ચાલશે. આ ટુર્નામેન્ટમાં 24 દેશોના 21 પુરૂષ અને 20 મહિલા ટીમ ભાગ લેશે,અને ટુર્નામેન્ટ માટે ભારત આવશે. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આયોજિત રાષ્ટ્રીય ખેલાડીઓની તાલીમ શિબિરમાં મીડિયાની સામે આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં KKFI પ્રમુખ સુધાંશુ મિત્તલ, મહાસચિવ એમએસ ત્યાગી સહિત ભારતીય પુરૂષ અને મહિલા ખેલાડીઓ અને કોચ હાજર રહ્યા હતા.
Big news! 🎉 Salman Khan joins as the brand ambassador for the Kho Kho World Cup, bringing the energy and excitement to New Delhi from Jan 13-19,2025. Get ready for an action-packed season. https://t.co/KyIraCxXzT
— Kho Kho World Cup India 2025 (@Kkwcindia) December 18, 2024
ફાઈનલ મેચ 19 જાન્યુઆરીએ યોજાશે:
ખો ખો વર્લ્ડ કપના સીઈઓ વિક્રમ દેવ ડોગરાએ અહીં પત્રકારોને જણાવ્યું કે, 'ગ્રૂપ સ્ટેજની મેચ 13 જાન્યુઆરીથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 13 જાન્યુઆરીએ ઉદ્ઘાટન મેચ રમાશે. આ પહેલા ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 'આ પછી 14, 15 અને 16 જાન્યુઆરીએ ગ્રુપ સ્ટેજની મેચો પણ રમાશે. આ ઉપરાંત ક્વાર્ટર ફાઈનલ 17 જાન્યુઆરીએ, સેમી ફાઈનલ 18 જાન્યુઆરીએ અને ફાઈનલ 19 જાન્યુઆરીએ રમાશે.
સલમાન ખાન બ્રાન્ડ એમ્બેસેડર બન્યો:
ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (KKFI) એ ખો-ખો વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિને પ્રમોટ કરવા માટે ભારતીય સુપરસ્ટાર સલમાન ખાનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. સલમાને અગાઉ ખો-ખો વર્લ્ડ કપ માટે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
Brand ambassador of kho kho world cup india 2025.#SalmanKhan pic.twitter.com/w9APFYLPKR
— S𝔸〽️ᓰr (@BhaiEnthusiast) December 18, 2024
મેગા સ્ટારે એક સંદેશમાં કહ્યું, 'મને ખો-ખો વર્લ્ડ કપ 2025 સાથે સંકળાયેલા હોવાનો ગર્વ છે, જે પ્રથમ ભારતમાં વખત યોજાઈ રહ્યો છે! આ માત્ર ટુર્નામેન્ટ નથી – તે ભારતની માટી, ભાવના અને શક્તિને શ્રદ્ધાંજલિ છે. મારા સહિત આપણે બધાએ આપણા જીવનમાં અમુક સમયે ખો-ખો રમ્યા જ હોઈશું.
તેણે આગળ કહ્યું, 'તે સતત એક્શન અને સતત ઉત્તેજના સાથેની રમત છે, જેણે પહેલેથી જ વૈશ્વિક ધ્યાન આકર્ષિત કર્યું છે. ચાલો આપણે બધા સાથે મળીને વૈશ્વિક મંચ પર ખો-ખોની ભાવનાની ઉજવણી કરીએ.
આ પણ વાંચો: