ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોદીની ગેરંટી, ખડગેનો ભાજપ પર આક્રોશ, કેજરીવાલની વધી કેદ, જુઓ આજના મહત્વના સંક્ષિપ્ત સમાચાર - etv bharat gujarat top 10 news - ETV BHARAT GUJARAT TOP 10 NEWS

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 8:50 PM IST

હૈદરાબાદ: આજે પીએમ મોદીએ છત્તીસગઢના મહાસમુંદમાં એક જનસભાને સંબોધી હતી જેમાં તેમણે પોતાની સરકારની ઉપલબ્ધી વર્ણવતા વધુ એક ગેરંટી આપી. આ ગેરંટી હતી નક્સલવાદને લઈને. પીએમ મોદીએ કહ્યું છત્તીસગઢને ગેરંટી આપું છું કે નક્સલવાદનો મૂળમાંથી  નાશ કરી દઈશ. બીજી તરફ કેરળના વાયનાડમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ એક જનસભા સંબોઘી હતી જેમાં તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધત ભાજપને ભ્રષ્ટાચારીઓનું વોશિંગ મશીન ગણાવ્યું હતું.. વાત કરીએ દિલ્હીની તો મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધુ 14 દિવસ સુધી વધી ગઈ છે અને આ મામલે 7 મે એ આગામી સુનાવણી થશે. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં સભાઓ ગજવશે. સોનિયા ગાંઘી, રાહુલ ગાંધી સહિત 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઈ છે. આ સિવાઈ પણ જુઓ વધુ સમાચારો સંક્ષિપ્તમાં...

ABOUT THE AUTHOR

...view details