સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં "ચાલો રાજકોટ મતદાન કરો"ના બેનર લાગ્યા, હિન્દુ એકતાની જય સાથે અનેક વાતો લખાઈ - Chalo Rajkot Matdan Karo - CHALO RAJKOT MATDAN KARO
Published : May 5, 2024, 6:16 PM IST
સુરત: લોકસભા ચૂંટણી પહેલા સુરત શહેરના સૌરાષ્ટ્રવાસી અને પાટીદાર વિસ્તારમાં ઠેર ઠેર બેનર્સ લાગ્યા છે. આ બેનરમાં 'ચાલો રાજકોટ' લખવામાં આવ્યા છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે. સુરત શહેરમાં 35 લાખથી પણ વધુ લોકો સૌરાષ્ટ્રવાસી અને પાટીદાર સમાજના છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આશરે 50 થી 60 જગ્યાએ આ બેનર લાગ્યા છે. જેમાં લોકોને રાજકોટ જઈ મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. આ બેનરમાં હિન્દુ એકતાની જે સહિત સૌરાષ્ટ્રમાં શાંતિ તેમ જ સુરક્ષા માટે મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. સુરતના મોટા વરાછા, યોગી ચોક, સરદાર ચોક, અમરોલી, પુનાગામ, વરાછા રોડ, હીરાબાગ સહિતના અન્ય વિસ્તારોમાં આ બેનર લાગ્યા છે. જોકે આ બેનર કોને લગાવ્યા છે તે અંગે અત્યાર સુધી કોઈને જાણકારી નથી.