ગુજરાત

gujarat

ETV Bharat / videos

છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા : અશ્વિન, સુકેત અને ધામની નદી બે કાંઠે વહેતી થઈ - Gujarat weather update

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 10:49 PM IST

છોટાઉદેપુર : વીજળીના કડાકા ભડાકા સાથે છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા છે. ગતરાત્રીના 10 વાગ્યાની આસપાસ વીજળીના ચમકારા, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે 4 વાગ્યા બાદ ફરી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ કવાંટ તાલુકાની અશ્વિન, સુકેત અને ધામની નદી બે કાંઠે વહી રહી છે. સીઝનમાં પહેલી વાર પાણી આવતા નદીનો નજારો જોવા માટે લોકો ઉમટ્યાં હતા. સાર્વત્રિક વરસાદ વરસતા બોડેલી નગરના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે પહાડોની વનરાજી ખીલી ઉઠતા મનમોહક વાતાવરણ સર્જાયું છે. સંખેડા તાલુકા કરાલી ગામ પાસે પુલનું કામ ચાલુ હોવાથી કામચલાઉ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જોકે, પુલની બાજુના રોડનું ધોવાણ થતા ગ્રામજનોને આવવા જવામાં ભારે મુશ્કેલ પડશે.

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા જોવા જઈએ તો, સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ સંખેડા તાલુકામાં નોંધાયો છે. આ સાથે બોડેલીમાં 1.6 ઈંચ, જેતપુરપાવીમાં અને કવાંટમાં 1.2 ઈંચ, નસવાડીમાં 1 ઈંચ અને છોટાઉદેપુરમાં 0.2 ઈંચ વરસાદ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details