ગુજરાત

gujarat

ETV Bharat / videos

કામરેજમાં નકલી પ્રોડક્ટ બનાવતું વધુ એક કારખાનું ઝડપાયું, સુરત જિલ્લા એસઓજીનો સપાટો - Another fake product manufacturing factory

By ETV Bharat Gujarati Team

Published : Jun 5, 2024, 9:53 PM IST

સુરતઃ જિલ્લામાં અસલી બ્રાન્ડ પ્રોડક્ટ નામે નકલી પ્રોડક્ટ બનાવતા કારખાનાઓ ઝડપવવાનો સિલસિલો યથાવત છે. કામરેજના નવી પારડી ગામેથી જિલ્લા SOG ટીમે નકલી ENO બ્રાન્ડના સોડા બનાવતું કારખાનું ઝડપી 4 ઈસમોને દબોચી કુલ 10.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જો તમને એસિડિટી થાય અને તમને તુરત ENO બ્રાન્ડ સોડાનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો ક્યાંક તમારી પાસે નકલી ENO સોડા પણ હોય શકે છે. સુરત જિલ્લામાંથી મળી આવ્યું છે નકલી ENO સોડા બનાવતું કારખાનું. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના પ્લોટ નબર 118માં 2 ઈસમો ENOના નામે નકલી સોડા બનાવી રહ્યા હતા. બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમે રેડ કરી હતી. પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી કડક પૂછપરછ કરતાં કામરેજના ઘળુડી ગામે પણ આ જ પ્રકારની પ્રવુતિ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. જેને લઇને પોલીસે ઘળુડી ગામે પણ રેડ કરી ઇનો પાઉચ પેકિંગ કરવા માટેનું મશીન, પાઉચ માટેનું એર મશીન, ઈનો પેકિંગ રોલ, 300 કિલો કાચું મટીરીયલ, હેર રીમુવલ ક્રીમ, મંગલદીપ અગરબત્તી સહિત કુલ 10.34 લાખનો મુદ્દામાલ કબજે કરી દીપક ઓધવજી વઘાસિયા, શબ્બીર નજુભાઈ બેલીમ, જગદીશ પારસમલજી માલી, વિજય રાજ મીઠારામ માલી ને દબોચી અમદાવાદના જલદીપ રામી અને ક્રિષ્ના જયસ્વાલને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુરત ગ્રામ્ય પોલીસ પીઆઈ બી.જી ઈશરાણી એ જણાવ્યું હતું કે ઝડપાયેલ તમામ ઈસમો અલગ અલગ મશીનરીઓની ઉપયોગ કરી ખાવાના સોડા સાઈટ્રિક એસિડ,લેમન ફ્લેવર અને મીઠાનો ઉપયોગ કરી આ નકલી ઈનો બનવામાં આવતો અને તૈયાર પેકિંગ કરી બજારમાં વેચતા હતા અને છેલ્લા 15-20 દિવસથી આ કારખાનું ધમધમતું હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details