અમદાવાદના સીજી રોડ પર આવેલ આંગડિયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઈમ ત્રાટ્ક્યું, અંદાજિત 10 કરોડ રોકડા જપ્ત કર્યા - Angadia Pedhi CID Crime - ANGADIA PEDHI CID CRIME
Published : May 10, 2024, 5:36 PM IST
અમદાવાદ: સી જી રોડ પર ઈસ્કોન આર્કેડ પર આવેલ આંગડિયા પેઢીની ઓફિસ પર CID ક્રાઈમ ત્રાટક્યું. બોગસ એકાઉન્ટ અને ખોટા દસ્તાવેજ સંદર્ભે CID ક્રાઈમે આ પેઢીઓ પર દરોડા પાડ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર CID ક્રાઈમે આ પેઢીઓ પર દરોડા પાડી અંદાજિત 10 કરોડ રોકડા જપ્ત કર્યા છે. CID ક્રાઈમે આ પેઢીઓના 25થી વધુ જગ્યાઓ પર 40 જેટલી ટીમ બનાવી દરોડા પાડ્યા છે. સી જી રોડ પર આવેલ આંગડિયા પેઢીઓ એચ એમ આંગડિયા, પી એમ એન્ટરપ્રાઈઝ, ન્યુ ઈન્ડિયા આંગડિયાની ઓફિસમાં પોલીસ અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. બોગસ એકાઉન્ટ અને પેઢીઓના ખોટા વ્યવહારોની ફરિયાદોને આધારે CID ક્રાઈમે દરોડા પાડ્યા છે. આ દરોડા બાદ આંગડિયા પેઢીઓના સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.